• જીવદયા – એનીમલ વેલ્ફેર વિષય પર રાષ્ટ્રીય વેબિનારનું આયોજન

જી.એલ.એસ યુનિવર્સિટી, ફેકલ્ટી ઑફ લૉ, એન્વાયરમેન્ટ લૉ ક્લિનિક ડબલ્યુ.આઈ.સી.સી.આઈ નેશનલ ડિઝાઇન કાઉન્સિલના સહયોગથી “PAWsitivity: એમ્પ્લીફાઇંગ ધ વૉઇસ ફોર ધ વૉઇસલેસ” પર એક રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. વેબિનારમાં જીએલએસ યુનિવર્સિટીનાં પ્રમુખ ડો. સુધીર નાણાવટી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ડબલ્યુ.આઈ.સી.સી.આઈ ડિઝાઇન કાઉન્સિલનાં પ્રમુખ ડૉ. ચાંદની કાપડિયા અને GLS યુનિવર્સિટીનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કરશે. કાર્યક્રમમાં   ઇન્ડિયન એક્ટર દીક્ષા જોશી, ઉદ્યોગસાહસિક અને પીપલ ફાર્મનાં ફાઉન્ડર રોબિન સિંઘ, ગુજરાત હાઈકોર્ટનાં ધારાશાસ્ત્રી, જાણીતા  લેખક અને એડવોકેટ, નિમિશ કાપડિયા, પશુચિકિત્સક, વેટરનરી સર્જન અને કન્સલ્ટન્ટ ડો. ચિરાગ દવે મુખ્ય મહેમાનો તરીકે હાજરી આપશે. આ વેબિનારમાં જોડાવવા માટે ગુગલ ફોર્મ https://forms.gle/rq29JdQkMyMDkKAd9 પર રજીસ્ટર કરવું ફરજીયાત છે. આ વેબિનાર 22 જુલાઈ, શનિવારનાં રોજ સવારે 11 થી 2 કાયદા ફેકલ્ટી, જી.એલ.એસ યુનિવર્સિટીની અધિકૃત યુ ટ્યુબ ચેનલ પર લાઈવ કરવામાં આવશે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *