વૈશ્વીક સંસ્થા સમસ્ત મહાજનના ટ્રસ્ટી, જીવદયા પ્રેમી જૈન શ્રેષ્ઠી પરેશભાઈ હર્ષદરાય શાહની સુપુત્રી ડો. લબ્ધી શાહના શ્રી જૈન વિવાહ સંસ્કાર (લગ્ન સત્કાર સમારંભ)

વૈશ્વીક સંસ્થા સમસ્ત મહાજનના ટ્રસ્ટી, જીવદયા પ્રેમી જૈન શ્રેષ્ઠી પરેશભાઈ હર્ષદરાય શાહ (શ્રીમતી રંજનબેન તેમજ હર્ષદરાય શાંતીલાલ શાહનાં સુપુત્ર, લીંબડી, હાલ મુંબઈ) કે જેઓ વ્યવસાયે ઈકવીટી કન્સલટન્સ છે તેમજ સમસ્ત મહાજનની સાથેસાથે સંભવનાથ સ્વામી જૈન ફાઉન્ડેશન (મુંબઈ)ના પણ ટ્રસ્ટી છે તેમની અને શ્રીમતી રીટાબેન શાહ (મહેન્દ્રભાઈ શાંતીલાલ શાહ, વઢવાણની સુપુત્રી) તથા કેનવી પરેશભાઈ શાહ (કોમ્પ્યુટર એન્જીનીયર્સ) ની મોટી બહેન ચિ. ડો. લબ્ધી શાહ (રીહેબીલીટેશન સ્પેશ્યાલીસ્ટ–ગોલ્ડ મેડાલીસ્ટ, હેલ્થકેર એડમીનીસ્ટ્રેટર અને મેનેજર–પ્રથમ ક્રમાંક)નાં શુભ લગ્ન શ્રીમતી કુંદનબેન તથા રાજેન્દ્રભાઈ હેમચંદભાઈ પુનાતરનાં સુપુત્ર ચિ. સાગર (મુળ દેવગામ–અમરેલી, હાલ : મુલુન્ડ) કે જેમણે મુંબઈથી એમ.બી.એ. કરેલ છે અને હાલમાં પોતાનો કેમીકલ વ્યવસાય સંભાળી રહયાં છે તેમની સાથે પ્લેટીનમ સ્ક્વેર, લોનાવાલા ખાતે થઈ રહયાં છે. ઉલ્લેખનીય છે કે, ડો. લબ્ધી પરેશભાઈ શાહ એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (ભારત સરકાર) માં પણ માનદ જિલ્લા પશુ કલ્યાણ અધીકારી તરીકે સેવા આપી રહયાં છે, હાલમાં લીલાવતી હોસ્પીટલ મુંબઈ ખાતે સેવા આપી રહયાં છે તેમજ “જીતો કોવીડ આઈશોલેશન સેન્ટર”માં પણ ૧૫૦૦ જેટલા કોરોના દર્દીઓની સારવાર કોરોના વોરીયર્સ તરીકે કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, સમસ્ત મહાજનના ટ્રસ્ટી પરેશભાઈ શાહ મુંબઈના જરૂરીયાત મંદ પરીવારો, દર્દીનારાયણ, દરીનારાયણ માટે દૈનીક રીતે ચાલતા પ્રભુ મહાવીરનો મહાપ્રસાદ ભોજનરથ’ માં પણ પ્રોજેકટ ઈન્ચાર્જ તરીકે સેવા આપી રહયાં છે. પ્રખર જીવદયાપ્રેમી ડો. લબ્ધી અને સાગરના શુભલગ્ન નિમીતે શ્રીમતી રીટાબેન અને પરેશભાઈ હર્ષદરાય શાહ (સતરા કુટુંબ પરીવાર) ને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ, ગીરીશભાઈ સતરા, દેવેન્દ્રભાઈ જૈન, મનુભાઈ શાહ, નુતનબેન દેસાઈ, હીરાલાલ જૈન, પ્રફુલભાઈ તોરણ, મિતલ ખેતાણી, અશોકભાઈ શાહ, કુમારપાળભાઈ રાજુભાઈ શાહ સહિતની સમગ્ર ટીમે શુભેચ્છાઓ પાઠવી છે.
પરેશભાઈ શાહ મો. ૯૮૧૯૩૦૧૨૯૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *