દર વર્ષે ૧ ઓકટોબરનો દિવસ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે અનેક કાર્યક્રમો દ્વારા સલામત રકત અને રકત ઉત્પાદનો પ્રત્યે જાગૃતી લાવવામાં આવે છે અને અન્યોના જીવન બચાવવા માટે સ્વૈચ્છિક રકતદાન કરનાર રકતદાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરવામાં આવે છે. સમયસર સલામત ૨કત અને રકત ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા મુદ્દે વધુ જાગૃતી પેદા કરાવવામાં તમામ દેશો માટે આવશ્યક છે. વિશ્વના અનેક દેશોમાં સલામત અને પુરતા પ્રમાણમાં રકત ઉપલબ્ધ નથી હોતું તે મોટો પડકાર છે અને યોગ્ય તથા સલામત પધ્ધતિથી રકત અને રકત ઉત્પાદનો ચડાવવામાં પણ આવતા નથી હોતા. ઉંમર ૧૮ થી ૬૦ વર્ષના કોઈ પણ વ્યકિત કે જેનુ વજન ૪૫ કિલ્લો કે તેથી વધુ તેમજ હિમોગ્લોબિન ૧૨.૫ ગ્રામ કે તેથી વધુ હોય તે દર્દી નારાયણ, દરીદ્ર નારાયણ, થેલેસેમીયા પીડીત બાળકોનુ જીવન બચાવવા સ્વૈચ્છિક રકતદાન કરી શકે છે. રકતદાન કરનાર રકતદાતાઓ પોતાન બ્લડ ગૃપ જાણી શકે છે તેમજ એઈડઝ, બી ‘ પ્રકારનો કમળો, વી.ડી.આર.એલ., ‘સી’ પ્રકારનો કમળો, મેલેરીયા વગેરે પ્રકારના ટેસ્ટ વિનામુલ્યે થઈ જાય છે. સ્વૈચ્છિક રકતદાન એ ઉમદા માનવ ધર્મ છે અને સ્વૈચ્છિક રકતદાન કરવાથી અનેરો આત્મસંતોષ પ્રાપ્ત થાય છે.રકતદાન કરનાર સ્ત્રીઓ માસિક ધર્મમાં ન હોવી જોઈએ. રકતદાતાઓ ને કોઈ રોગની દવાઓ ચાલતી ન હોવી જોઈએ. મેલેરીયા, ન્યુમોનીયા અથવા તાવના દર્દીઓએ થોડા સમય રકતદાન કરવું હિતાવહ નથી. સામાન્ય સંજોગોમાં એકવાર રકતદાન કર્યા પછી ત્રણ માસ સુધી ફરી રકતદાન કરવું જોઈએ નહિં. સામાન્ય પણે ત્રણ મહિને એક વખત કરવામાં આવતા રકતદાન સમયે ૩૦૦ થી ૪૫૦ મિલિનો જથ્થો લેવામાં આવે છે. રકતદાન વેળા લેવાયેલો રકતનો જથ્થો માત્ર ૪૮ કલાકમાં શરીરમાં પુનઃનીર્માણ પામે છે,જયારે ૨ક્તકોશિકા ૨૧ દિવસમાંજ તૈયાર થઈ જાય છે. જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા કોઈ રક્તની જરૂરીયાતવાળા દર્દીઓ માટે તેમને જીવનદાન બક્ષવા માટે આપણે સૌએ સ્વૈચ્છાએ કરવુ જોઈએ. રકતદાન આજનુ તમારૂ રકતદાન કોઈકના જીવનદાન માટે. કદાચકાલે તમને અને તમારા સ્નેહી સંબંધી ને પણ તેની જરૂર નહિ પડે તેની શી ખાતરી?. રકતદાન એ નવા જમાનાની નવી જવાબદારી છે, આપણે સૌએ સ્વેચ્છાએ સ્વીકારેલો સામાજીક વેરો છે. રકતદાન કરવાથી કોઈ માડીનો જાયો, કોઈ બહેનનો વીર, કોઈના સેંથી ન સીંદર, ભાઈ–બહેન, કોઈના વડીલ માતા–પીતા કે પછી થેલેસેમીયા પીડીત બાળકોની જીવનદોરી અવશ્ય બચી શકે છે. આપનું રકત, કોઇની જીંદગી. ૨કતદાન– જીવનદાન

સંકલનઃ અનુપમ દોશી (૯૪૨૮૨૩૩૭૯૬), મિતલ ખેતાણી (૯૮૨૪૨૨૧૯૯૯)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *