
કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શન મહેન્દ્ર સંગોઈજી , ગિરીશભાઈ શાહ દ્વારા આપવામાં આવશે.
ઇસ્કોન ગૌ અને કૃષિ સંરક્ષણ સમિતિ , મહારાષ્ટ્ર દ્વારા ‘પશ્ચિમ મહારાષ્ટ્ર ગૌ શાળા ટ્રસ્ટી સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન તા. 12/06/2022,રવિવારનાં રોજ ઇસ્કોન મંદિર, કાત્રજ કોડવા રોડ, પૂણે ખાતે સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગૌ શાળા સ્વાવલંબન, ગૌ શાળા વ્યવસ્થાન જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બાલાસાહેબ ચૌધરીજી (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, પશ્ચિમ કાર્યાલય) દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમના સ્વાગતાધ્યક્ષ શ્રી સ્વેતદિપદાસ સંજય ભોંસલે સાહેબ (અધ્યક્ષ, ઇસ્કોન ગૌ અને કૃષિ સંરક્ષણ સમિતિ) રહેશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મહેન્દ્ર સંગોઈજી (મહારાષ્ટ્ર અધ્યક્ષ, ગૌશાળા મહાસંઘ) દ્વારા હાજરી આપવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શન ગિરીશભાઈ શાહ (સમસ્ત મહાજન, મુંબઈ , એનિમલ વેલ્ફેર બોર્ડ , ભારત સરકાર) , સુનિલ માનસિંહકાજી (ગૌ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર, દેવલાપર) , ચંદ્રશેખર ધર્માધિકારી (ગૌ સેવા પ્રમુખ) , જયેશભાઈ શાહ (આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ ,મુંબઈ ) , દ્વારા આપવામાં આવશે. આ કાર્યક્રમનું સમાપન નટવરદાસ (ડૉ. જર્નાદન ચિતલે) , ભાઉરાવ કુદલે (ક્ષેત્ર ગૌ શાળા પ્રમુખ, વિહીપ, પૂના )દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન સત્ર, પ્રમુખ માર્ગદર્શન, ગૌ શાળા સ્વાવલંબન , ગૌ શાળા વ્યવસ્થાપન, સમાપન સત્ર સહિતના સત્રોનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમના સંયોજક ડૉ. સુનિલ સૂર્યવંશી (ગૌશાળા મહાસંઘ મહારાષ્ટ્ર) અને સહ સંયોજક સંતોષ અવલાતેજી(હડપસર પૂણે) છે. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઇ ભંડારીજી(સોલાપુર) , યશવંત સુર્વે (સોલાપૂર), સંજીવભાઈ શાહ (સતારા) , વિવેકભાઈ ભીડે(સતારા), રાજીવભાઈ દોશી (નગર), લલિતભાઈ ચોરડીયા (નગર) , નિલેશભાઈ ઓઝા (સાંગલી) , શિવજીભાઈ વ્યાસ (કોલ્હાપુર) તેમજ સાથી ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમ અંગે વિશેષ માહિતી મેળવવવા સંતોષ અવલાતેજી (મો. 9604188154) નો સંપર્ક કરવા જણાવાયું છે.

