- આગામી વર્ષો મા 20 કરોડ વૃક્ષો નું લક્ષ્યાંક.
- સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું સ્વપ્ન.
સદભાવના વૃદ્ધાશ્રમનું ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં 10 જિલ્લાઓમાં 20 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થઇ ગયો છે. આગામી વર્ષોમાં સમગ્ર ગુજરાતમાં 20 કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેપમાંથી કોઇ વિદેશમાંથી પણ જોવે તો તેને ગુજરાત લીલુછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃદ્ધાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે. સાથોસાથ તેના જતનની પણ તકેદારી લેવામાં આવશે. જેને ખૂબ ટૂંકા સમયમાં 20 લાખ વૃક્ષો વિનામૂલ્યે પીંજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે, મિયાવાકી જંગલ સ્વરૂપે કરાયું છે, વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કર્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે. સદભાવના વૃધ્ધાશ્રમનું ‘ધ ગ્રીન મેન’ તરીકે જાણીતા વિજયભાઇ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહયા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બન્નેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શરૂ કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે, સંચાલકોનાં માર્ગદર્શન હેઠળ સદભાવના વૃધ્ધાશ્રમની ટીમ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે. સંસ્થા હાલ 250 ટ્રેકટર, 250 ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી 700 લોકોનો પગારદાર સ્ટાફ આ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન પાછળ અંદાજીત અઢી સો કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે માટે રાજય સરકારે ‘ધ ગ્રીન મેન’ વિજયભાઇ ડોબરીયાનું વન પંડીત’ એવૉર્ડથી સન્માન પણ કર્યું હતું. રાજકોટ શહેરમાં જુદા- જુદા અનેક રસ્તાઓ પર વૃક્ષારોપણ કરીને રળીયામણા કરવામાં આવ્યા બાદ હવે સદભાવના વૃધ્ધાશ્રમ તરફથી આ વર્ષે રાજકોટને જોડતા હાઇ-વે પર વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટથી મોરબી ૬૦ કિમીના રસ્તાની બંને સાઇડ ઉપર આ વર્ષે વૃક્ષારોપણનું કામ શરૂ થયું છે. તે જ રીતે હવે રાજકોટથી ભાવનગર સુધી ૧૭૦ કિ.મી.ના હાઇવે ઉપર વૃક્ષારોપણ થઇ ગયું છે. એક સમયે આ હાઇ વે વૃક્ષોથી રળીયામણાં હતા, પરંતુ કોરટ્રેક અને સિક્સટ્રેક થતાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. તેથી કરીને આ હાઈ-વે હરીયાળા કરવાનું અભિયાન સ્વૈચ્છિક રીતે, માત્ર પર્યાવરણની સેવાની ભાવનાથી હાથ ઘરવામાં આવ્યું હોવાનું જણાવી આ અભિયાનનાં સુત્રધાર વિજયભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં અમે ૭૧ હજાર પરીવારોનાં ઘર આંગણે વૃક્ષો ઉછેર્યા છે. જેમાં 2 લાખ જેટલા વૃક્ષો વવાઇ ચુક્યા છે અને તેનું જતન પણ થઇ ચુક્યું છે. જામનગર શહેરમાં પણ વૃક્ષારોપણનું કામ આગળ વધાર્યું છે. સુરતમાં પણ 60 હજાર વૃક્ષો વવાય ચુક્યા છે અને તેનું જતન પણ કરવામાં આવી રહ્યું છે. લોખંડના પીજરા સામે વૃક્ષોનું સલામત રીતે આરોપણ કરવામાં આવ્યા બાદ આખુ વર્ષ ટેન્કર ભાડે રાખી તેને પાણી પીવડાવવામાં આવે છે. કોઇ કારણથી રોપાને નુકસાન થયું હોય તેની જગ્યાએ બીજા રોપાનું વાવેતર કાર્યકરો કરી આપે છે.પડધરી તાલુકાની તમામ સરકારી ખરાબાની જમીન અને જાહેર સ્થળોએ ર લાખ ૮૭ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જણાવી તેઓએ ઉમેર્યું હતું કે એક સમયે અહીં ગાંડા બાવળ ઉભા હતા, પરંતુ આજે હરીયાળા વૃક્ષો કતારબંધ જોવા મળે છે. લીલાછમ વૃક્ષોથી શોભતા માર્ગો જેમ શહેરની અલગ ઓળખ ઉભી કરી રહ્યાં છે તેમ સૌરાષ્ટ્રને જોડતા હાઇવે પણ હરીયાળી થકી કાઠીયાવાડની પ્રાકૃતિક શોભામાં વધારો કરશે.
વધુ માહિતી માટે
સદભાવના વૃદ્ધાશ્રમ
“પીપળીયા ભવન “
સ્વામિનારાયણ ગુરુકુળ ની સામે,
ગોંડલ રોડ,
ફાટક પાસે,
ઓવરબ્રિજની નીચે,
ડી-માર્ટ વાળી શેરી,
રાજકોટ
મો.85301 38001
80002 88888