બેંગ્લોરમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદજી ગહલોત સાથે સમસ્ત મહાજનની ટીમે મુલાકાત કરી.

જીવદયા,ગૌસેવા,પર્યાવરણ વિષયક અનેક મુદ્દાઓ પર ગીરીશભાઈ શાહે રજૂઆત કરી.

ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઇન્ડિયાના સદસ્ય શ્રી ગિરીશભાઈ શાહ સહિતની ટીમે કર્ણાટક સરકારના મહામહીમ રાજયપાલ શ્રીથાવરચંદજી ગહલોત સાથે રાજભવન,બેંગ્લોર ખાતે પશુ કલ્યાણ અને જીવદયા વિષયક મીટીંગ કરી હતી. લગભગ અડધી કલાક ચાલેલી આ મીટીંગમાં એનીમલ વેલફેર બોર્ડ ઇન્ડિયાના સદસ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ગિરીશભાઈ શાહે કર્ણાટક જિલ્લા દિઠ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (એસ.પી.સી.એ.)ની રચના તેમજ તેને કાર્યાન્વિત કરવા અંગે, કર્ણાટક એનીમલ વેલફેર બોર્ડને વધુ કાર્યાન્વિત કરવા અંગે, કર્ણાટકમા ઉપલબ્ધ લાખો એકર ગૌચર ભૂમિની સુરક્ષા અંગે તેમજ તે ભૂમિનો પશુઓના કલ્યાણ માટે ઉપયોગ થાય તે અંગે, ગેરકાયદેસર રીતે થતી પશુબલી તેમજ કુરબાની અટકાવવા અંગે, વરસાદના પાણીના સંચય માટે અને તેના થકી પશુ કલ્યાણ અંગે, ભારતમાંથી જીવતા પશુઓની હત્યા માટે નિકાસ તેમજ મીટ એક્ષપોર્ટ બંધ કરાવવા સહિતના મુદાઓની રાજયપાલ શ્રી થાવરચંદજી ગહલોત સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમજ કર્ણાટકના દરેક તાલુકા દીઠ ઘવાયેલા પશુ–પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરતી ૧૯૬ર (ટોલ ફ્રી નંબર) કરૂણા એમ્બ્યુલન્સ કર્ણાટકના તમામ તાલુકાઓમાં શરૂ થાય તેવી ભાવના વ્યકત કરી હતી. કર્ણાટકના ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા, પશુ અત્યાચાર નિવારણના કાયદાઓનું કડક અમલીકરણ તેમજ ગેરકાયદેસર રીતે પશુઓની નજીકના રાજયોમાં પશુઓની હત્યા માટે થઈ રહેલુ પરિવહન, કર્ણાટકની તમામ પાંજરાપોળ અને ગૌશાળાને પ્રાણવાન બનાવવી, તમામ ગામડા ના ગોચર નો વિકાસ કરવો, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહિત કરવી, તળાવો, નાળા ઊંડા કરી વરસાદી પાણીનો સંગ્રહ કરવો, દેશી વૃક્ષોના વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણની સુરક્ષા કરવી સહિતના મુદૃાઓની આંકડાઓ તેમજ પૂરાવા સહિત વિનમ્ર રજૂઆત કરી હતી. ‘ગોમાલા” ગૌચર ભૂમિના વિકાસ માટે કર્ણાટકના 27208 ગામડા અને 281 શહેરમાં વ્યાપક આયોજન થાય, અને તેના વિકાસથી કર્ણાટકમાં દૂધ ઉત્પાદન વધશે, પશુઓને પૂરતો ચારો મળશે, ગોબરના વધારાથી પ્રકૃતિક ખેતીમાં વધારો થશે, લોકોનું સ્વાસ્થ્ય સુધરશે,પશુનું કત્લ થતું અટકશે.કર્ણાટક ગૌવંશ હત્યા પ્રતિબંધ અને પશુ સુરક્ષા કાનૂન 2020નું સારું અમલીકરણ કરાવવા અંગે કડક પગલા ભરાવવા કર્ણાટકના રાજયપાલ શ્રી થાવરચંદજી ગહલોતે ખાત્રી આપી હતી. આ ઉપરાંત નવી વેટરનરી પોલી કલીનીક તથા હયાત પશુ સારવાર સંસ્થાના નવા બાંધકામ અને નવીનીકરણ, નેશનલ લાઈવ સ્ટોક મિશન, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના, કામધેનુ યુનિવર્સિટીની રચના અંગે પશુ આરોગ્ય મેળાના આયોજન માટે, ગૌશાળા અને પાંજરાપોળોની માળખાકીય સુવિધાઓને સુદૃઢ કરવા તેમજ જીવદયા સંસ્થાઓને આર્થિક સહાય (કાયમી સબસીડી) અંગે, દેશી ગાયના સંવર્ધન માટે, પશુ પાલકોને સાધન સામગ્રી ખરીદી પર સહાય માટે સહિતના અનેક પશુ કલ્યાણક્ષેત્રના મુદાઓ અંગે રાજયપાલશ્રી શ્રી થાવરચંદજી ગહલોત સાથે હકારાત્મક અને સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં વિસ્તૃત ચર્ચા ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય ગીરીશભાઈ શાહ(M.9820020976), દેવેન્દ્ર જૈન,રવિન્દ્ર જૈન સહિતનાંની ટીમે કરી હતી તેમ સમસ્ત મહાજનના મિતલ ખેતાણી(M.9824221999)ની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *