આર્ષ વિદ્યા મંદિર, મુંજકા, રાજકોટ ખાતે દક્ષિણ ભારત ની શ્રી યોગાનંદેશ્વર સરસ્વતી મઠ, કૃષ્ણરાજનગરમ્ પિઠ ના પ.પૂ. શંકરાચાર્યજી મહારાજનાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયાએ આશીર્વાદ લીધા. આ પ્રસંગે હિન્દુ ધર્મચાર્ય મહાસભાનાં આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ.પૂ.પરમાત્માનંદ સરસ્વતીજીના સાનિધ્યમાં સત્સંગ નો લાભ લીધો.
આ મુલાકાત સમયે ગૌ વૈજ્ઞાનિક શ્રી સુબોદ કુમાર દ્વારા સંપાદિત “વૈદિક ગૌ વિજ્ઞાન” બુક અર્પણ કરી હતી. વૈદો, પુરાણો અને શાસ્ત્રોમાં ગૌ મહાત્મયના શ્લોકોને એકત્ર કરી વર્તમાન વિજ્ઞાનને અનુરૂપ ભાવાનુવાદ કરવામાં આવ્યો છે. ગાય ના વિજ્ઞાન અને આધ્યાત્મને સંકલિત કરી નવી પેઢીને આર્થિક, સામાજિક, પર્યાવરણીય, આરોગ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ઉપયોગિતા વિષે સરળ રીતે સમજાવવામાં આવ્યું છે.
તેમજ રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન તરીકે બે વર્ષ દરમિયાન ડો. વલ્લભભાઈ કથીરિયાએ કરેલ કામગીરી ની બુક “ ગૌ સેવા… રાષ્ટ્ર સેવા…” પણ અર્પણ કરી હતી . અને ગૌ સેવાના વિવિધ પાસાઓ જેવા કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં ગૌશાળાઓ ખોલવી, યુનિવર્સિટી અને કોલેજો માં કામધેનુ ચેર ની સ્થાપના કરવી કે જ્યાં ગાયો વિષે ની સંપૂર્ણ માહિતી વિષે બાળકો માહિતગાર થાય અને અવનવા સંસોધનો થાય, ગૌ વિજ્ઞાન પરીક્ષા ને પ્રોત્સાહન પૂરું પાડવું તેમજ પ્રધાનમંત્રીશ્રીના ‘આત્મ નિર્ભર’ ભારત અને “મેઈક ઈન ઈન્ડિયા” આંદોલનને ધ્યાનમાં રાખી સમગ્ર દેશની ગૌશાળાઓને તથા યુવા–મહિલા ઉદ્યોમીઓ, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયોના પંચગવ્યમાંથી વિવિધ પ્રોડકટસ બનાવવામાં તેમજ આ અંગેના ઉદ્યોગો સ્થાપવામાં મોટી મદદ મળે. જેના થકી પરોક્ષ રીતે ગૌસેવાનું પુણ્ય પ્રાપ્ત થશે. યુવા-મહિલાઓને રોજગારી મળશે. ગૌશાળાઓ સ્વાવલંબી બનશે સ્વદેશી અને આત્મ નિર્ભરતાનો રાષ્ટ્રીય ઉદ્દેશ સિધ્ધ થશે. ગૌ સેવાના આવા અનેક મુદ્દાઓ પર કરી હતી. આ પ્રસંગે ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના મિતલભાઈ ખેતાણી ઉપસ્થિત રહ્યા હતા.
દક્ષિણ ભારતની શ્રી યોગાનંદેશ્વર સરસ્વતી મઠ, કૃષ્ણરાજનગરમ્ પીઠ ના પ.પૂ.શંકરાચાર્યજી મહારાજનાં આશીર્વાદ લેતા ડો. વલ્લભભાઇ કથીરિયા.
