દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજના જેવી કે પેન્શન, બસ પાસ, નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટિફિકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોને લગતી  સરકારી તમામ યોજના કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરપક્ષતા પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઇને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને લઈને મોટાભાગના દિવ્યાંગો સરકારની મળવાપાત્ર યોજનાઓનો લાભ લઇ શકતા નથી અને હેરાન થતા હોય છે. દિવ્યાંગો માટે સતત કાર્યરત, સીનીયર સીટીઝન અને ગવર્મેન્ટ અધિકારી તેમજ દિવ્યાંગ બાળકો માટેની પ્રયાસ સ્કૂલનાં સેક્રેટરી ભાસ્કરભાઈ પારેખ દ્વારા દિવ્યાંગો માટે નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર છેલ્લા ૧૨ વર્ષથી ચાલી રહ્યું  છે, જેનો અત્યાર સુધીમાં સેંકડો દિવ્યાંગોને લાભ મળી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, ભારકરભાઈ પારેખનાં પુત્ર જિમીશે અત્યાર સુધીમાં બે વાર રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ સ્થાનીક સતાધીશો દ્વારા અનેકવાર સન્માન મેળવેલ છે. ભાસ્કરભાઈ પારેખ પણ દિવ્યાંગો અંગેની માહિતી સૌને આપવા ભારતભરમાં પરીભ્રમણ કરી ચૂકયા છે.

હવેથી ભાસ્કરભાઈ દર મંગળવારે અને દર શનિવારે સવારે ૯-૩૦ થી બપોરે ૧૨-૩૦ દરમિયાન,મિતલ ખેતાણીનું કાર્યાલય ‘સત્યમ’, ૩-ટાગોરનગર, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલની સામે, કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે મળશે.

ભાસ્કરભાઈ પારેખ, દિવ્યાંગો તથા તેમના વાલીઓને મળી રૂબરૂ માર્ગદર્શન આપશે. જેનો લાભ લેવા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના દિવ્યાંગ બાળકો, યુવાનો, વડીલો તેમજ તેમના સગા વ્હાલાઓને જાહેર વિનંતી કરાઈ છે. વિશેષ માહિતી માટે ભાસ્કરભાઈ પારેખ (મો. ૯૪૨૬૩ ૧૭૭૬૩)નો સંપર્ક કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *