દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને લઈને મોટાભાગનાં દિવ્યાંગો સરકારની મળવાપાત્ર યોજનાઓનો લાભ લઈ શકતા નથી અને હેરાન થતા હોય છે. દિવ્યાંગો માટે સતત કાર્યરત, સીનીયર સીટીઝન અને ભુતપુર્વ ગર્વમેન્ટ અધિકારી તેમજ દિવ્યાંગ બાળકો માટેની “પ્રયાસ” સ્કૂલના સેક્રેટરી ભાસ્કરભાઈ પારેખ દ્વારા દિવ્યાંગો માટે ‘નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્વ’ છેલ્લા ૧૪ વર્ષથી ચાલી રહયું છે. જેનો અત્યાર સુધીમાં સેંકડો દિવ્યાંગોને લાભ મળી ચૂકયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ તા.૧૩ ને રવીવારનાં રોજ ભાસ્કરભાઈ પારેખ દ્વારા મિતલ ખેતાણીના કાર્યલય ખાતે એક નિઃશુલ્ક માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરનાં નામાંકીત ડો. પ્રિયા જેસ (ફીઝીયોથેરાપીસ્ટ), ભુમિકા દુધાત્રા (સાઈકોલોજી, સ્પોટર્સ નિષ્ણાંત), પારૂલબેન (સ્પેશ્યલ એજયુકેટર, ફોર સ્પેશ્યલ ચાઈલ્ડ નિષ્ણાંત), અસ્વીનભાઈ (ઈન્સ્યુરન્સ, નિરામયા પોલીસી નિષ્ણાંત), અરીંદભાઈ વોરા (દિવ્યાંગ બાળકોના વારસાઈ હકકો અંગેના નિષ્ણાંત), આંકાક્ષાબેન વિગેરેએ પોતાનું માર્ગદર્શન દિવ્યાંગ બાળકોને તેમના વાલીઓને આપ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ થી વધુ લોકોએ માર્ગદર્શન મેળવ્યું હતું. દિવ્યાંગ બાળકોના વાલીઓએ પોતાના દિવ્યાંગ બાળક અંગેના જે—જે મુંઝવતા પ્રશ્નો હતા તેનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું અને તેમને વિગતવાર સમજ આપવામાં આવી હતી તથા સાથમાં દિવ્યાંગ બાળકો તથા તેમના વાલીઓ માટે નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરાઈ હતી. દિવ્યાંગો અંગેની વિશેષ માહિતી માટે ભાસ્કરભાઈ પારેખ (મો. ૯૪૨૬૩ ૧૭૭૬૩) નો સંપર્ક કરી શકાય છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *