
દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સ૨કારી તમામ યોજનામાં કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને લઈને મોટાભાગનાં દિવ્યાંગો સરકારની મળવાપાત્ર યોજનાઓનો લાભ લઈ શકતા નથી અને હેરાન થતા હોય છે. દિવ્યાંગો માટે સતત કાર્યરત, સીનીયર સીટીઝન અને ભુતપુર્વ ગર્વમેન્ટ અધિકારી તેમજ દિવ્યાંગ બાળકો માટેની ‘પ્રયાસ’ સ્કૂલના સેક્રેટરી ભાસ્કરભાઈ પારેખ દ્વારા દિવ્યાંગો માટે ‘નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર’ છેલ્લા ૧૨ વર્ષથી ચાલી રહયું છે. જેનો અત્યાર સુધીમાં સેંકડો દિવ્યાંગોને લાભ મળી ચૂકયો છે.
ઉલ્લેખનિય છે કે ભાસ્કરભાઈ પારેખ નાં પુત્ર જિમીશે અત્યાર સુધીમાં બે વાર રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવ્યા છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ સ્થાનીક સતાધીશો દ્વારા અનેકોવાર સન્માન મેળવ્યું છે. ભાસ્કરભાઈ પારેખ પણ દિવ્યાંગો અંગેની માહિતી સૌને આપવા ભારતભરમાં પરીભ્રમણ કરી ચૂકયા છે.
હવેથી દર મંગળવારે અને દર શનિવારે સવારે ૯-૩૦ થી બપોરે ૧૨–૩૦ દરમિયાન, મિતલ ખેતાણી ‘સત્યમ’, ૩–ટાગોરનગર, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલની સામે, કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે ભાસ્કરભાઈ પારેખ, દિવ્યાંગો તથા તેમના વાલીઓને મળી રૂબરૂ, નિઃશુલ્ક માર્ગદર્શન આપશે. જેનો લાભ લેવા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના દિવ્યાંગ બાળકો, યુવાન, વડીલો તેમજ તેમના સગાવ્હાલાઓને જાહેર વિનંતી કરાઈ છે. વિશેષ માહિતી માટે ભાસ્કરભાઈ પારેખ (મો. ૯૪૨૬૩ ૧૭૭૬૩) નો સંપર્ક કરી શકાય છે.
