સમાજમાં આજે ચક્ષુદાનનું મહત્વ ધીમે ધીમે લોકો સમજી રહ્યા છે. ચક્ષુદાન અંગેની જાગૃતિને કારણે આજે ચક્ષુદાનું પ્રમાણ વધ્યું છે. ચક્ષુદાનની જેમ અંગદાન કરવું પણ ખૂબ જ અગત્યનું છે. અલબત અંગદાન એ ચક્ષુદાન કરતાં અલગ છે. અંગદાન એટલે બ્રેઇન ડેડ વ્યકિતના અંગોનું દાન. અંગદાન પ્રવૃતિના બ્રાન્ડ ઍમ્બેસેડર એવા ભાવનાબેન પ્રજાપતિ એ પોતાની ૧૪ વર્ષની દીકરી રાધિકાનું અંગદાન કરીને સમાજ સામે ઉત્તમ દ્રષ્ટાંત રજૂ કર્યું છે. ભાવનાબેનની દીકરીની ઈચ્છા તેના મમ્મીનો જન્મદિવસ ઉજવવાની રહી હતી. ભાવનાબેન જણાવે છે કે તેમના જન્મદિવસની શુભકામના એટલે એક બૉટલ રકતદાન. પોતાની દીકરી રાધિકાનું બ્રેન ડેડ સમયે અંગોનું દાન કરી સમાજને નવો રાહ ચીંધનાર રાજકોટના પ્રજાપતિ સમાજના મહિલા આગેવાન,અંગદાન પ્રવૃત્તિના બ્રાન્ડ એમ્બેસેડર,ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી, અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ અંગદાન પ્રવૃત્તિમાં વિશેષ રૂચી ધરાવતા શ્રીમતી ભાવનાબેન પ્રજાપતિને જન્મદિવસની શુભેચ્છા આપવા (મો.૯૧૦૬૩૭૯૮૪૨).
દીકરીનું અંગદાન કરાવીને તેને સમાજમાં અલગ સ્થાન આપનાર ભાવનાબેન પ્રજાપતિનો આજે જન્મદિવસ
