આ સીઝન ખજુરની છે. ખજૂર પાક બનાવીને ખાઓ કે છૂટક પાંચ-દસ ખજૂરની પેસી ખાવ પણ ખજૂર દ૨૨ોજ ખાવ. કયારેક ખજૂરના ભજીયા પણ બનાવીને ખવાય.
જામનગરની જે ભારતીય ખજૂર આવે છે (સીડલેસ) એ ગુણકારી નથી. પણ આરબ દેશોની જે કાળી ખજૂર આવે છે એ જ ગુણકારી છે.
ખજુર ૧૦૦ રૂ।. થી માંડી ૨૦૦૦ રૂા. કીલો સુધીની મળે છે. મોઢામાં મુકતા ચોકલેટની જેમ ગળી જવાય એવી પણ ખજુર આવે છે. ખજૂર ચોખ્ખા પાણીથી ધોઈને ખાવી સારી બાકી સારી ખજુર ન ધુઓ તો પણ ચાલે ૧૦૦ ગ્રામ ખજૂરમાં ૨૭૫ કેલેરી એનર્જી, ૨૨.૫૦ ગ્રામ પાણી, ૧.૯૭ ગ્રામ પ્રોટીન, ૦.૪૫ ગ્રામ ફેટ (ટોટલ લિપિડ), ૭૩.૫૧ ગામ કાર્બોહાઈડ્રેટ, ૭.૫ ગ્રામ ફાઈબર, ૧.૫૮ ગ્રામ કાર્બન, ૩૨ મિલિયમ કેલ્શ્યમ, ૧. ૯૫ મિલિયમ આયરન, ૩૫ મિલિયમ મેગ્નેશિયમ, ૪૦ મિલિયમ ફોસ્ફરસ, ૬પ૨ મિલિયમ પોટેશ્યમ, ૩ મિલિયમ સોડીયમ અને એ, બી, બી–૨, બી-૧૨ વિટામીન હોય છે. જેઓ ઈંડા ખાય છે એ કરતાં ખજૂર ખાવી હજાર દરજજે સારી. ઈંડા તો સડેલા હોય છે ઈંડા તાકાત આપે છે એ ભ્રમ છે. તાકાત તો ખજૂર કે દૂધ જે આપે છે, એનો એક ટકો પણ ઈંડા નથી આપતા. ખજૂરથી થતા ફાયદાઓ ઘણા છે એ નબળાઈ કમજોરી દૂર કરે છે, બ્લડપ્રેશર ઘટાડે છે, કબજીયાત નથી કરતી, નવર્સ સીસ્ટમ સ્વસ્થ રાખે છે, પેટ અને આંતરડાના કેન્સર સામે લડે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, આંખોનો પ્રકાશ સુધારે છે, એનીમીયા દૂર કરે છે અને એનર્જી વધારે છે. વળી યુરીનની ચિકિત્સા કહે છે કે એ કિડની અને મુત્ર વિસર્જન તંત્રને મજુબત કરે છે અને ફેફસાની તકલીફો દૂર કરે છે.ગર્ભવતી મહિલાઓને થતી કેટલીક સમસ્યાઓથી એ છુટકારો અપાવે છે. ગર્ભાશયની દિવાલોને એ મજબૂત કરે છે. બાળકના જન્મની પ્રક્રિયા એથી સરળ થાય છે. એટલે ગભર્વતીએ તો ખજુર ખાસ ખાવી જ. ખજુરમાં રહેલા ગ્લુકોઝ અને ફકટોઝના કારણે એમાંથી નૈસર્ગિક સાકર શરીરને મળે છે. ખજૂર ઉતમ ટોનીક છે.
માહિતી સંકલન :
મિતલ ખેતાણી (9824221999)
સભ્ય : એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા
