
- પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કર્ણાટકના પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળાની ગરીમામય ઉપસ્થિતિ માં આઝાદીનો અમૃત મહોત્સવ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાની , નિષ્ઠાવાન સ્વયંસેવક શ્રી મનસુખભાઈ છાપીયાજીની રકતતુલા કરવામાં આવી.
- ૧૭૧ રક્તદાતાઓ એ રક્તદાન કર્યું.
- ૬ રક્તદાતાઓને સોનાની ગિની આપી પ્રોત્સાહિત કર્યા.
- શતકવીર રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા નું ૧૨૯મી વાર રક્તદાન
- યુવાનો રક્તદાન કરી બીજાને ઉપયોગી થવાની ભાવના સુદઢ બનાવે. -ડો. વલ્લભભાઈ કથીરિયા.
- ઉદ્ઘોષ સંસ્થા દ્વારા તૈયાર કરેલા ક્રાંતીવીરોના ફોટા સાથે ના જીવન વૃતના પ્રદશનનું આયોજન.

શ્રી મનસુખભાઈ છાપીયા એક પ્રખર રાષ્ટ્રભકત , ગાંધીજીનાં સાદુ જીવન – ઉચ્ચ વિચારના આદર્શોને જીવનમાં સાંગોપાંગ ઉતારનાર પ્રખર રચનાત્મક કાર્યકર છે. ૯૦ વર્ષની પાકટ વયે પણ સાઈકલ ચલાવતાં , અસલ ખાદીનાં જ કપડા પહેરેલા વ્યકિતને જુઓ તો એ છાપીયાજી જ હોય ! બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના રંગે રંગાયેલા , આઝાદી માટે ક્રાંતિકારી વિચારધારાના વાહક , છાપીયાજીએ એક સ્વાતંત્ર્ય સૈનિક તરીકે આઝાદી માટે લડાઈ લડનારા અને દેશભરનાં નામી – અનામી ત્રણસોથી વધુ ક્રાંતિકારીઓનાં જીવનચરીત્ર એકઠા કરી અવારનવાર પ્રદર્શન યોજી દેશદાઝની મશાલને જાગૃત રાખનાર એક ક્રાંતિવીર એટલે શ્રી છાપીયાજી . અસલ સ્વદેશી વિચારે વરેલા છાપીયાજી પાછલા જીવનમાં ગૌ સેવા અને ગૌ આધારીત ખેતી માટે ખેડૂતો અને યુવાનોને પ્રોત્સાહીત કરવાની ઝુંબેશમાં જોડાયા . રામ જન્મભૂમિ આંદોલન માટે રેકડીમાં ફોટાઓ રાખી જાતે રેકડી ચલાવી જનજાગરણનું કાર્ય કરનારા છાપીયાજી આજે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ તેમજ કાશ્મીરમાંથી 3૭૦ ની કલમ હટતા અતિ આનંદ અને સંતોષથી જીવન ગુજારી રહયાં છે. આર.એસ.એસ.નાં નિષ્ઠાવાન સ્વયંસેવક , ભાજપાનાં પ્રદેશ ઉપાધ્યક્ષ તથા રાજકોટનાં પ્રથમ મેયર , મુલ્યોના માનવી એવા શ્રી અરવિંદભાઈ મણીઆરની યાદમાં શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ અનેકવિધ સામાજીક , સેવાકીય , સાંસ્કૃતિક, શૈક્ષણીક ,આરોગ્ય વિષયક અને વ્યકિતત્વ વિકાસની પ્રવૃતિઓ દ્રારા અરવિંદભાઈનાં સ્વપ્નોને સાકાર કરવાની દિશામાં કાર્યરત છે. ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. શ્રી વલ્લભભાઈ કથીરિયા , શ્રીમતી હંસીકાબેન મણીયાર, શ્રી જયોતિન્દ્ર મહેતા, શ્રી શિવુભાઈ દવે, શ્રી મહાસુખભાઈ શાહ , અને શ્રી કલ્પક મણીયાર તથા અનેક કાર્યકર્તાઓની રાહબરી હેઠળ વિવિધ સ્થાયી પ્રોજેકટ જેવા કે ગીર ગોલ્ડ એ-૨ મીલ્ક પ્રોજેકટ , ડોલ્સ મ્યુઝીયમ , અંતિમ ધામ વૈકુંઠયાત્રા વાહિની , મોબાઈલ મેડીકલ ડીસ્પેન્સરી , અરવિંદભાઈ મણીઆર ઈન્ફોર્મેશન ટેકનોલોજી ઈન્સ્ટીટયુટ સહિતનાં પ્રકલ્પો કાર્યરત છે .
દેશનાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ દેશ આઝાદીનો ‘અમૃત મહોત્સવ ‘ ઉજવી રહયો છે . ત્યારે આઝાદી માટે શહીદી વહોરનારા અને ક્રાંતિવીરો ને યાદ કરી તેમને શ્રધ્ધાંજલિ અર્પવા અને આજે હયાત ક્રાંતિકારીઓ , લડવૈયાઓ, દેશભકતોને સન્માનીત કરી , નવી પેઢીને પ્રેરણા મળે, આઝાદીને અક્ષુણ્ણ રાખવા , આઝાદ દેશને આબાદ બનાવવા , એક સમર્થ શકિતશાળી વિશ્વગુરૂ ભારત બનાવવા અથાગ પ્રયાસો કરે એ હેતુથી અનેક વિધ કાર્યક્રમોની શૃંખલા પૈકી ટ્રસ્ટ દ્વારા મહા રકતદાન કેમ્પની સાથે આઝાદીના લડવૈયા ક્રાંતિવીર શ્રી મનસુખભાઈ છાપીયાજી ની રકતતુલા દ્રારા સન્માનનો અનોખો કાર્યક્રમ મા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન તા.૧૭/૦૯/૨૦૨૧ ના રોજ શુક્રવારે , પેટ્રીયા સ્યુટસ, એરપોર્ટ રોડ , રાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો. ઉદ્ઘોષ સંસ્થા દ્વારા તૈયાર કરાયેલા ક્રાંતીવીરોના ફોટા સાથે ના જીવનવૃતના પ્રદશનનું આયોજન આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.
આવા ગરીમામય કાર્યક્રમમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી વિશેષ ઉપસ્થિત રહી, રકતદાતાઓને અભિનંદન પાઠવ્યા અને છાપીયાજીને સન્માનીત કર્યા. રાજકોટનાં પાણીવાળા પૂર્વ મેયર , વિધાનસભાનાં પૂર્વ અધ્યક્ષ, કર્ણાટકનાં પૂર્વ ગર્વનર , રાજકોટનાં લાડીલા વજુભાઈ વાળા ,પરમ પૂજ્ય પરમાત્માનંદજી, રાજ્યસભા ના સાંસદ રામભાઇ મોકરીયા, લોકસભા ના સાંસદ મોહનભાઈ કુંડારીયા ,ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ , મેયરશ્રી ડો. પ્રદિપ ડવ , ડે. મેયર શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ , શ્રી નિતીનભાઈ ભારદ્રાજ , અને સમાજજીવનના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને પોતાની દેશભકિત ઉજાગર કરી હતી.
આ પ્રસંગે કિશોરભાઇ આદિપરા, કિરીટભાઈ પાઠક, અતુલભાઈ પંડિત, નરેન્દ્રસિંહ ઠાકુર, ભરતભાઇ કગથરિયા, વિમલભાઈ ધામી, મહેશભાઇ મહેતા, બકુલેશભાઈ વિરાણી, પરષોતમભાઈ કમાણી, પ્રવીણભાઈ નિમાવત, રમેશભાઈ ઠક્કર, ત્રિવેદીભાઈ(એ. આર. એમ.), હર્ષિતભાઈ મહેતા, હિરેનભાઈ વોરા, મિહિરભાઈ, ડૉ. નવલકુમાર શીલુ , રૂપાબેન, પ્રવીણભાઈ, માત્રાવાડિયાભાઈ, કાળુમામા, ગિરીશભાઈ ભટ્ટ, જયંતભાઈ રાવલ, રાજાણી સાહેબ, વિજયભાઇ વ્યાસ, કશ્યપભાઈ શુક્લ, દેવાંગભાઈ માંકડ, રામજીભાઇ માવાણી, રામાબેન માવાણી, અશોકભાઇ જોશી, મનીષભાઈ ભટ્ટ, ડૉ. માધવ દવે, યોગેશભાઈ પાંચાણી, અમિતભાઈ દેસાઇ, અજીતભાઈ ભીમજ્યાંણી, મુકેશભાઇ બુંદેલા, ડો.વિજયભાઇ દેસાણી,અરુણભાઈ નિર્મળ,સુરેશભાઈ પરમાર,મનોજભાઈ પટેલ,નૈષધભાઈ વોરા, માવજીભાઈ ડોડિયા, જૈમીનભાઈ ઠાકર, પૂજાબેન પટેલ, ડાંગરભાઈ, શાંતિલાલભાઈ પાંવ, કાન્તાબેન કથીરીયા, જગુભાઈ છાપૈયા, વસંતભાઈ જસાણી, સુનિલભાઈ છાપીયા, જયેશભાઈ સંઘાણી, મહેશભાઇ શેઠ,માવજીભાઈ ડોડીયા, ડો. ગૌરવીબેન ધ્રુવ, મહેશભાઈ જીવાણી, નરેન્દ્રભાઈ દવે, ડો. અમલાણી, કિશોરભાઇ મુંગલપુરા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રક્તદાતાઓના પ્રેરણાસ્ત્રોત એવા શતકવીર રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા એ આજરોજ ૧૨૯મી વાર રકતદાન કરી યુવા પેઢીઓને પ્રોત્સાહન પુરૂ પાડયું તેમજ રાજકોટ નાગરિક બેન્ક નાં ડિરેક્ટર કલ્પકભાઈ મણીયાર, હર્ષલભાઈ મણીયાર, મિહિરભાઈ મણીયાર સહીત કુલ ૧૭૧ યુવા લોકો એ રકતદાન કરીને યુવા પેઢીને રકતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના કારોબારી સભ્યો જયંતભાઈ ધોળકીયા , લક્ષ્મણભાઈ મક્વાણા , નિલેશભાઈ શાહ , પ્રભાતભાઈ ડાંગર , ઈન્દ્રવનભાઈ રાજયગુરૂ , હસુભાઈ ગણાત્રા , જાહનવીબેન લાખાણી , સંજયભાઈ મોદી, અશોકભાઈ પંડયા , ગુણવંતભાઈ ભટ્ટ , ૨મેશભાઈ પરમાર , ભુપેન્દ્રભાઈ શાહ , રાજુલભાઈ દવે , ભરતભાઈ અનડકટ , જગદીશભાઈ જોષી , ધનુમામા , હરીશભાઈ શાહ , કમલેશભાઈ મહેતા , ભાગ્યેશ વોરા ( ફ્રિડમ ) , પ્રવિણભાઈ ચાવડા (ફ્રિડમ ) , રમેશચંદ્ર ( ગીર ગોલ્ડ ) , નિલેશ હિંડોચા ( ગીર ગોલ્ડ ) , હેલી કાકા ( ગીર ગોલ્ડ ) , દિવ્યેશ ધોળકીયા , સચીન શુકલ , મનીષ શેઠ , જગદીશભાઈ તન્ના , ધર્મેશભાઈ મકવાણા , ભાવેશ ગોહેલ સહિતનાની ટીમે જહેમત ઉઠાવી હતી. તમામ રકતદાતાઓને અનેકો ભેટો આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
રકતદાન કેમ્પ માટે શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના ૧૩૫ વાર ખુદ રકતદાન કરનાર , રકતદાન કેમ્પોની હારમાળા સર્જનાર , સામાજીક સંસ્થાઓને જોડી કોરોના કાળમાં પણ રકતદાનની પ્રવૃતિને આંચ ન આવવા દેનાર શ્રી વિનય જસાણી અને પ્રખર જીવદયા પ્રેમી, કરુણા ફાઉન્ડેશન- એનિમલ હેલ્પ લાઇન ના પ્રણેતા સમાજ સેવક શ્રી મિતલ ખેતાણી વધુમાં વધુ રકતદાન થાય તે માટે જહેમત ઉઠાવી હતી. શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રૂપના નલીન શાહ , સતીશ સાગઠીયા, વૈભવ વખારીયાનો પણ સહયોગ મળ્યો હતો.