એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન અને કેન્દ્રીય ગ્રીન ટ્રીબ્યુનલનાં નિર્દેશ અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કાય લેન્ટર્ન ચાઈનીઝ તુકકલનાં વેચાણ, સંગ્રહ અને ઉડાવવા પર તાત્કાલીક રાજય સ્તરે પ્રતિબંધ મુકવામાં આવે દિવાળીથી મકરસંક્રાંતિ સુધી સમગ્ર રાજયમાં ચાઈનીઝ તુકકલ (લાલટેન)નું વેચાણ થાય છે. આ તુકકલને સળગાવી આકાશમાં છુટા ઉડાડી દેવાય છે. જેને કારણે અનેકવાર મોટી સંખ્યામાં આગ લાગવાનાં બનાવ બન્યા છે. આ તુકકલો સળગતા-સળગતા હવામાં ઉડતા રહે છે અને વૃક્ષમાં ઉચી બીલ્ડીંગો/હોર્ડીગ્સમાં ભરાઈ જાય છે અને મોટા પાયે આગ લાગવાની શકયતા રહે છે.આ સંદર્ભે વિવિધ શહેરોનાં મા. પોલીસ કમીશ્નરશ્રી, મ્યુનીસીપલ કમીશ્નરશ્રીઓ તેનાં સંગ્રહ, ખરીદ, વેંચાણ, ઉડાડવા પર પ્રતિબંધ મુકતા હોય છે તો અત્યંત જોખમી તુકકલના વેપાર, વેંચાણ, સંગ્રહ, ઉડાડવા તેમજ ઓનલાઈન વેંચાણ થાય છે. સમગ્ર દેશ ભરમાં કાયમી ધોરણે ઓનલાઈન અને ઓફલાઈન વેંચાણ પર પ્રતિબંધ મુકવા વિનંતી કરાઈ છે. રાજયમાં ઘણા વર્ષોથી ચાઈનીઝ તુકકલ, સ્કાય લાલટેન પર પણ સરાહનીય પ્રતિબંધ મુકાય છે. પરંતુ આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે કડકમાં કડક કાયદાકીય અમલવારી થાય તેવી વિનંતી કરવામાં આવી છે.જો સરકાર આવા તુકકલો અને જ્ઞાતક ચાઇનીઝ દોરી પર કડક પ્રતિબંધ મૂકી કડકાઈથી પગલાં ભરે, પોલીસ ચેકીંગ સતત થાય તો જ આવી ભયંકર ઘટનાઓને નિવારી શકાય. દરેક સંસ્થા સાથે સરકારશ્રીનું સંકલન થઈ શકે તે માટે એક જોઈન્ટ મીટીંગ ગાંધીનગર ખાતે બોલાવવાનું પણ સૂચન એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, ઘનશ્યામભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, રજનીભાઈ પટેલ, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિષ્ણુભાઈ ભરાડ સહિતની ટીમે કર્યું છે.
દેશભરમાં દિવાળી પર્વ નિમીતે ચાઈનીઝ તુકકલના વેંચાણ પર કાયમી પ્રતિબંધ અંગે રજુઆત કરતું એનીમલ હેલ્પલાઈન
