• ગોમયે વસતે લક્ષ્મી

ગોબરમાં લક્ષ્મીજીનો વાસ હોવાનું પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે છે. આ વિધાન માત્ર શાસ્ત્રોક્ત શબ્દો નથી પરંતુ વૈજ્ઞાનિક સત્ય છે. દેશી કુળની ગાયના છાણને શુદ્ધ માનીને ધાર્મિક વિધિઓ, પૂજા સ્થાનો, દીવા સ્થાપન, પંચામૃત બનાવવા વગેરે માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, તમામ ભારતીય ગ્રામીણ ઘરોને નિયમિતપણે ગાયના છાણથી લીંપવાની પ્રથા હજી પણ અમુક જગ્યાએ અસ્તિત્વમાં છે.

કોઈપણ યુગના સમાજને જાણવા અને સમજવા માટે સ્થાનિક લોકસંસ્કૃતિ એ શ્રેષ્ઠ માધ્યમ છે. આમાં લોકગીતો, લોકવાર્તાઓ અને વિવિધ ભાષાઓનાં વિવિધ સ્વરૂપો દ્વારા સ્થાનિક સંસ્કૃતિની અભિવ્યક્તિ થતી રહે છે. વિવિધ ભાષાઓનાં લોકગીતોનાં અધ્યયન પરથી જાણવા મળે છે કે કોઈપણ કાર્યની શરૂઆત કે શરૂઆત કરતા પહેલા તે સ્થળને દેશી કુળની ગાયના છાણથી શુદ્ધ કરવામાં આવતું હતું. આપણા પરંપરાગત ગ્રામીણ ગીતોમાં ભગવાનની પૂજા માટે ઘરના આંગણાને દેશી કુળની ગાયના છાણથી લીંપવાનું કહેવામાં આવ્યું છે, લગ્ન પ્રસંગની શરૂઆત ઘરના આંગણાની દીવાલને દેશી કુળની ગાયના છાણથી લેપ કરવાથી જ થતી હતી જેનો ઉપયોગ તેના ઔષધીય ગુણોને કારણે શુદ્ધિકરણ માટે કરવામાં આવતો હતો. આજે આધુનિક અને દૃશ્યમાન બનવાની દોડમાં આ પરંપરાઓ પાછળની વૈજ્ઞાનિક બાજુથી અજાણ હોવાથી, આર્થિક વિકાસ માટે આ સમૃદ્ધ પરંપરાઓને પુનઃસ્થાપિત કરવી અત્યંત જરૂરી છે. વ્યક્તિ અને સમાજ સ્વસ્થ હશે ત્યારે જ સુખ અને સમૃદ્ધિ આવશે. અતિશય ગરમીવાળા વિસ્તારોમાં ગોબર લગાવવાથી ઘરની દિવાલો ઠંડી રહે છે અને ઘરમાં પવિત્રતા, આરોગ્ય અને સાત્વિકતાની લાગણી વધે છે. જે ઘરો દેશી કુળની ગાયના છાણથી ઢંકાયેલા હોય છે તે ઘરો રેડિયો રેડિયેશનથી સુરક્ષિત રહે છે. હવે તો ગોબર કાષ્ઠ પણ મળવા લાગ્યાં છે. જે ગોબરને એક મશીનમાં દબાવીને લાકડીના રૂપમાં તૈયાર કરાય છે. દેશી કુળની ગાયના છાણાનો ધુમાડો કરવાથી તો કીટાણુ, મચ્છર પણ ભાગી જાય છે. સનાતન ધર્મમાં યજ્ઞ રૂપી આરાધના કરવાનુ પણ પ્રચલન છે. આવા સંજોગોમાં દેશી કુળની ગાયનાં છાણાંના પ્રયોગથી વાતારણ પણ શુદ્ધ થાય છે. તેથી યજ્ઞ ઉપરાંત હવન કુંડને આખા ઘરમાં ફેરવવામાં આવે છે માત્ર હોળિકા દહન જ કેમ આપણે મૃતદેહના અંતિમ સંસ્કાર પણ છાણાં કે ગોબર કાષ્ઠથી કેમ ન કરી શકીએ ? ઘણાં ગામમાં આજે મૃતદેહના અંતિમ સંસ્કાર છાણા પર જ થાય છે. તેનાથી ગૌધનનું મહત્ત્વ પણ વધશે અને પર્યાવરણ પણ બચશે. દેશી કુળની ગાયનાં ગોબરમાંથી માત્ર છાણાં બનતાં નથી, પરંતુ આજ કાલ ગેસ અને વીજળીની સંકટના સમયે પણ ગામમાં ગોબર ગેસ પ્લાન્ટ લગાવાઇ રહ્યા છે. કોલસા, એલ.પી.જી., પેટ્રોલ, ડીઝલ જ્યાં મોંઘાં અને પ્રદૂષણકારી સ્ત્રોત છે ત્યાં દેશી કુળની ગાયના ગોબરમાંથી બનેલા બાયો ગેસ ક્યારેય સમાપ્ત થતા ન થનારા સ્ત્રોત છે. જ્યાં સુધી ગૌવંશ રહેશે ત્યાં સુધી આપણને ઊર્જા મળતી રહેશે. એક સર્વે અનુસાર ગોબરમાંથી પ્રતિ વર્ષ 45000 લિટર બાયો ગેસ મળી શકે છે અને બાયો ગેસનો ઉપયોગ કરવાથી છ કરોડ 80 લાખ ટન લાકડાં બચી જાય છે તેનાથી લગભગ ત્રણ કરોડ ટન ઉત્સર્જિત કાર્બનડાયોક્સાઇડને પણ રોકી શકાય છે. જેથી પર્યાવરણનું પણ સંરક્ષણ થાય છે એટલું જ નહિ ગોબર ગેસ પ્લાન્ટથી ગેસ પ્રાપ્તિ બાદ બચેલા પદાર્થોનો ઉપયોગ ખેતી માટે જૈવિક ખાતર બનાવવામાં કરવામાં આવે છે. છાણનું ખાતર ખેતી માટે અમૃતનું કામ કરે છે.

ગોમયે વસતે લક્ષ્મી

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *