ગુજરાતનાં સૌથી મોટા સદભાવના વૃધ્ધાશ્રમમાં હાલ 450 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 160 વડીલો તો પથારીવશ (ડાઇપર વાળા) છે. સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, એકલવાયી-નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં) માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.

રાજકોટ નિવાસી, હેમંતભાઈ આહીર કે જેઓ રાજકોટમાં કાલાવડ રોડ તથા જામનગર રોડ પર ધ અર્બન રેસ્ટ્રો નામથી પોતાનું રેસ્ટ્રો ચલાવે છે. રેસ્ટ્રોનાં સેવાભાવી માલિક હેમંતભાઈ આહીરે પોતાના 35માં જન્મદિનની ઉજવણી સદભાવના વૃદ્ધાશ્રમના વડીલો સાથે કરી હતી. હેમંતભાઈ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમનાં દરેક વડીલોને પોતાના જામનગર રોડ ખાતેનાં અર્બન રેસ્ટ્રોમાં પ્રેમભાવ અને આદરપૂર્વક બોલાવી પોતાના જન્મદિવસની સેવામય ઉજવણી કરી હતી. હેમંતભાઈ દ્વારા કરવામાં આવેલી જન્મદિવસની ઉજવણી સમાજના અન્ય વર્ગો માટે ખૂબ જ પ્રેરણદાયી અને સરાહનીય છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો એ પણ હેમંતભાઈ આહિરને ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા હતા.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *