- માં નવદુર્ગાની આરાધના કરવાનું દેશનું સૌથી મોટા પર્વ નવરાત્રી અને દશેરા નિમીતે કતલખાનાઓ બંધ રાખવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત
માં નવદુર્ગાની આરાધના કરવાનું દેશનું સૌથી મોટું પર્વ નવરાત્રી અને દશેરા નિમીતે તા.26/09/2022 (સોમવાર) થી 04/10/2022 (મંગળવાર) સુધી તથા દશેરા તા.05/10/2022 (બુધવાર) નાં રોજ કતલખાનાઓ બંધ રાખવા, માંસ-મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે એનિમલ હેલ્પલાઈન દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરાઈ છે. તંત્ર દ્વારા આ પ્રકારનું જાહેરનામું બહાર પડે અને તેનું અમલીકરણ થાય તેવી એનિમલ હેલ્પલાઇનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઇ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.