ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીનો ઉભરો ભલે આવ્યો હોય પરંતુ લગ્ન સંબંધ માટે યોગ્ય પાત્રોની માહિતી મેળવવી આજે પણ અત્યંત મુશ્કેલ છે. સિકકાની બીજી બાજુ રાજકોટમાં કમલેશ બ્રધર્સની ગાદીએથી વેપારની સાથે નિઃશુલ્ક વહેવારની ધુણી ધખાવનાર અનોખા સેવાભાવી મુકેશભાઈ તન્નાએ આ પ્રવૃતિની શરૂઆત ૪૦ વર્ષ અગાઉ કરી છે.
ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર સ્થિત ઈન્ટરનેશનલ વૈશ્વિક ખ્યાતનામ ધરાવતા એવા વેવિશાળ ક્ષેત્રના પ્રખર સેવાભાવી શ્રી મુકેશભાઈ તન્ના છેલ્લા ૪૦ વર્ષોથી દિકરા–દીકરીઓના સગપણ કરાવવામાં રેકોર્ડ ધરાવે છે.
મુકેશભાઈ તન્ના ૬૫ વર્ષની ઉંમરે પણ અત્યારના યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ઉત્સાહ અને જોશ ઉમંગ ભેર દીકરા દીકરીઓના સગપણના સપનાઓને સાકાર કરવામાં ખુબ જ મોટું અને મહત્વનું યોગદાન આપી રહયાં છે. મોટી મોટી વેવિશાળ સગપણ વ્યવસાયિક સંસ્થા કે કંપનીઓ પણ આટલું સરળ અને સહજતાથી દીકરા દીકરીઓના બે આત્માઓનું જીવનભરનું પવિત્ર મિલન કરાવવામાં સફળ નથી રહયાં જેટલું મુકેશભાઈ સળરતાથી દીકરા કે દીકરીને પોતાનું જ સંતાન માની આત્મીય રીતે બંનેની જીંદગીને ગોઠવી આપે છે.
મુકેશભાઈએ પાનવાળથી માંડીને કલેકટર જેવા ઉમેદવારના ૧૪,૦૦૦ થી વધુ સગપણ કરાવી જ્ઞાતિની આ અનોખી સેવા કરવામાં મુકેશભાઈએ એક પૈસાની આવક કરી નથી. ઉલ્ટાનું પોતાનો અમુલ્ય વારસો, શ્રમ અને ટેલીફોનનો છુટથી ઉપયોગ કર્યો છે. જ્ઞાતિની દિકરીની વાત ભારતમાં તો શું વિદેશમાં ચાલતી હોય તો પણ ઈન્કવાયરી માટે મુકેશભાઈ પોતાના ફોન પરથી વિદેશમાં ફોન કરતા પણ અચકાતા નથી. સમાજના પ્રત્યેક વર્ગ અને ભારતના દરેક શહેરમાં તેમની સેવાથી અનેક ઘર બંધાયા હોવા છતા મુકેશભાઈ પ્રસિધ્ધિથી દૂર રહે છે. લગ્નોત્સુક ઉમેદવારોની ડઝનેક દળદાર ફાઈલોની માહિતી કાળજીથી જાળવી, મુકેશભાઈ આવેલ દરેક ઉમેદવાર તથા વાલીને મીઠો જવાબ તેમજ યોગ્ય માર્ગદર્શન આપે છે. મુકેશભાઈની આ સેવા થકી સેંકડો પરીવારો સ્નેહના સુત્રે બંધાયેલા છે. જેમના નિઃવ્યાજના સ્નેહને પોતાની મુડી ગણે છે. મુકેશભાઈના કર્મયજ્ઞની વિશેષતા એ છે કે મુકેશભાઈ માત્ર માહિતી આપ—લે કરતા નથી પરંતુ પોતાની પાસે આવેલ પાત્રનું યોગ્ય આંકલન કરી તેમને અમુલ્ય સલાહ સુચન પણ કરે છે. જરૂર જણાય કે ઉમેદવારની ઔપચારીક મીટીંગ રવીવારે પોતાની દુકાન પાસેજ કરાવે દે છે અને રવીવારે એમની દુકાન ખાતે લગ્નોત્સુકના પરિચય મેળા જેવુ વાતાવરણ હોય છે.
રાજકોટમાં હાલમાં ક્રિષ્ના મોબાઈલ એસેસરીઝ હબ, રજત કોમ્પલેક્ષ, એબીસી મેડીકલ સામે, સરદારનગર મેઈન રોડ પર સોમ થી ૨વી સવારે ૧૦ થી ૬ ના સમયે નિઃશુલ્ક સગપણ સેવા આપે છે. જેનો સંપર્ક નં. મો. ૯૮૨૫૪ ૩૪૬૩૦, ૭૨૨૮૯ ૧૦૬૬૨ છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *