તા. 12,13 માર્ચ શનિવાર અને રવિવારનાં રોજ બે દિવસીય વર્ગનું આયોજન
નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ગૃહ ઉદ્યોગ પ્રશિક્ષણ વર્ગનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. તા.12 માર્ચ શનિવાર અને 13 માર્ચ રવિવારના રોજ નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર નાનીનાગલપર અંજાર કચ્છ ગુજરાત ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કાર્યક્રમમાં ગોબર ઉત્પાદનો માટે મશીન,મોલ્ડ, મટીરીયલની માહિતી આપવામાં આવશે. તા. 12 માર્ચ શનિવારના રોજ સવારે 8-30 વાગ્યે આગમન અને પંજીકરણ કરવાનું રહેશે. સવારે 9-30 થી 11-00 વાગ્યા સુધી સત્ર 1 માં ઉદ્ઘાટન અને આશીર્વચન મહંત શ્રી ત્રિકમદાસ મહારાજ (સચ્ચિદાનંદ મંદિર અંજાર) અને મેઘજીભાઈ હિરાણી (ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક) દ્વારા આપવામાં આવશે. સવારે 11-30 થી 1 વાગ્યા સુધી પ્રેક્ટિકલ પ્રશિક્ષણ આપવામાં આવશે. બપોરે 1-00 થી 2-30 વાગ્યા સુધી ભોજન અને વિશ્રામ , 2-30 થી 3-30 વાગ્યા સુધી ગોબર ઉત્પાદનનું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ, સાંજે 4-00 થી 5-30 “પંચગવ્ય થી મનુષ્ય ચિકિત્સા” પર શિક્ષણ વિજયભાઈ રાબરીયા (પ્રમુખ ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત) દ્વારા આપવામાં આવશે. 6-00 થી 7-30 ગોબર ઉત્પાદકો અંગે પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવશે. રાત્રે 7-30 થી 8-30 ભોજન, 8-30 થી 10-00 ગાય આધારિત ખેતી અને પરિચય, 10-00 વાગ્યે દીપ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 13 માર્ચ રવિવારના રોજ સવારે 4-50 થી 6 વાગ્યા સુધી પ્રાતઃ વિધિ બાદ 6-15 થી 7-45 દરમ્યાન પ્રેક્ટિકલ પ્રશિક્ષણ, 7-45 થી 8-45 અલ્પાહાર, 9-00 થી 10-30 મનોજભાઈ સોલંકી (ગામ વિકાસ સંયોજક સૌરાષ્ટ્ર પ્રાંત) દ્વારા ગાયનું મહત્વ, 11 થી 12-30 પ્રેક્ટીકલ અને અનુભવ કથન , 12-30 થી 2-00, ભોજન અને વિશ્રામ , 2-00 થી 3-00 પ્રેક્ટીકલ શિક્ષણ , 3-30 થી 5-00 માર્કેટિંગ શિક્ષણ અને સમાપન થશે. પ્રેક્ટીકલ શિક્ષણમાં રામકૃષ્ણ ટ્રસ્ટ, દિપીકાબેન હિરાણી, ભાવનાબેન ભાલાણી , નિકુંજભાઈ હિરાણી , મેઘજીભાઈ હિરાણી , વિજયભાઈ રાબરીયા , શૈલેષભાઈ ખાટરીયા જેવા મહાનુભાવો પોતાનું યોગદાન આપશે. આ પ્રશિક્ષણ વર્ગમાં પૂર્ણ સમય હાજર રહેવું ફરજિયાત છે. ચાલુ વર્ગમાં ફોન બંધ રાખવાનો રહેશે. આ પ્રશિક્ષણમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન શુલ્ક 500 જમા કરાવવાના રહેશે. મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેવું. આ વર્ગ દરમ્યાન બહેનો માટે અલગ રહેવાની વ્યવસ્થા રાખેલ છે. આ અંગેની વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર નાનીનાગલપર, અંજાર, કચ્છ, ગુજરાત (મો. 09428081175) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.