
- ઉદ્યોગપતિથી બન્યા છે વૃક્ષ સેવક
ગુજરાતનાં મોરબી જિલ્લામાં વસતા જીવરાજભાઈ અરજણભાઈ લિખિયા ઉર્ફે જીવરાજબાપા ઉદ્યોગપતિ અને બિલ્ડર છે. જીવરાજબાપા વર્તમાન સમયમાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેમને દર મહીને સરકાર તરફથી જે પેન્શન આવે છે તેઓ એને વૃક્ષો વાવવામાં જ વાપરે છે. જીવરાજબાપાને 4 પેઢીએ દીકરા છે. તેમણે પોતાનો ધંધો દીકરાઓને હવાલે કરી લીધો છે. જીવરાજબાપા જયારે પોતાના કારખાને કામ પર જતા ત્યારે એમણે નોંધ્યું કે રસ્તામાં ક્યાંય ઝાડ નથી. ખાલી રસ્તા જોઇને તેમને ભગવાને ત્યાં ઝાડ ઉગાડવાની પ્રેરણા આપી અને પછી તેમણે આ કાર્ય શરુ કર્યું. જીવરાજબાપા 6 વર્ષથી આ જ કાર્ય કરી રહ્યા છે. ખાલી રસ્તાઓમાં ઝાડ વાવવા જ તેમની નિવૃત્તિની પ્રવૃત્તિ બની ગઈ છે. જીવરાજબાપાએ અત્યાર સુધી 15 હજાર વૃક્ષો વાવી અને તેનું જતન કરેલ છે અને અન્ય 10 થી 12 હજાર ઝાડ લોકોને વાવવા માટે પણ આપ્યા છે. જીવરાજબાપાનાં ત્રણ સિરામિકનાં કારખાનાઓમાં 400 માણસો કામ કરે છે તેઓ પૈસે ટકે સુખી સંપન્ન છે. તેઓ બિલ્ડર છે છતાં તેમણે બિલ્ડીંગનું બાંધકામ કરતા કરતા વૃક્ષોનું બાંધકામ કરવાનું શરુ કર્યું. તે પૈસે ટકે સુખી સંપન્ન પરિવાર હોવા છતાં વૃક્ષો વાવી પર્યાવરણની સેવા કરી રહ્યા છે. તેમના જીવનમાં પત્ની ડાહીબેનનો અને સમગ્ર કુટુંબનો પણ ખુબ સહયોગ રહ્યો છે. તેઓ પોતે પણ સેવા પ્રવૃત્તિ કરતા રહે છે. જીવરાજભાઈ અરજણભાઈ લિખિયા (મો. 94285 41531)