ગાયનાં દુધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર(છાણ)નાં પાણીને સામૂહિક રુપે પંચગવ્ય કહેવામાં આવે છે. આયુર્વેદમાં પંચગવ્યને ઔષધિ તરીકે માન્ય રાખવામાં આવ્યું છે.
હિંદુઓના કોઇપણ માંગલિક કાર્ય પંચગવ્ય વિના પૂર્ણ થતું નથી. પંચગવ્યનું નિર્માણ ગાયના દુધ, દહીં, ઘી, મૂત્ર અને ગોબર(છાણ)નાં પ્રમાણસરનાં સંયોજન વડે કરવામાં આવે છે. પંચગવ્ય દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગોને દૂર કરી શકાય છે. ગૌમૂત્રમાં પ્રતિ ઓક્સીકરણ (એન્ટિઓક્સીડેશન)ની ક્ષમતાને કારણે વ્યક્તિના ડીએનએ (DNA)ને નાશ પામવામાંથી બચાવી શકાય છે. ગોમૂત્રમાં નાઇટ્રોજન, સલ્ફર, એમોનિયા, કોપર, લોહતત્ત્વ, યુરિક એસિડ, યુરિયા, ફોસ્ફેટ, સોડિયમ, પોટેશિયમ, મેગેનીઝ, કાર્બોલિક એસિડ, કેલ્શિયમ, વિટામિન-બી, વિટામિન-એ, ડી, ઇ, એન્ઝાઈમ, લેકટોઝ વગેરે રહેલા હોય છે આથી કેન્સર જેવા રોગો મટાડવા માટે પણ ગૌમૂત્ર ઉપયોગી બને છે. ગાયના ગોબર(છાણ)નું મહત્વ ચામડીનાં રોગોનાં ઉપચારમાં સર્વવિદિત છે. ગાયનું છાણ અત્યંત પવિત્ર મનાય છે. તેથી આપણા ઘરમાં ભોંયતળિયા પર અને દિવાલો પર ગાયનાં છાણને લીપવામાં આવે છે. ગાયનું છાણ પણ અણુવિકરણ રજનો નાશ કરે છે. કોઈપણ જાતનાં ચામડીનાં વિકારોના નાશ પાટે ગાયનું છાણ ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે. ગાયનું દૂધ કૅલ્શિયમનો એક સારો સ્રોત છે. ગર્ભવતી મહિલાઓને દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે ભ્રૂણનાં હાંડકાંના નિર્માણ અને તેમના વિકાસમાં મદદ કરે છે. ગાયનાં દૂધને મેળવવાથી ગવ્યદહીં બને છે. ગાયનું દહીં શરીરમાં વાયુનાં રોગોને મટાડે છે. ગાયના દહીંમાંથી માખણ અને માખણમાંથી ગાયનું ઘી બને છે. ગાયનું ઘી અતિપવિત્ર મનાય છે. ગાયનું ઘી મનને શાંતિ આપનાર તથા ઉકળાટને શાંત કરનાર છે.
પંચગવ્ય ડોક્ટર્સ એસોસીએશન અને પંચગવ્ય વિદ્યાપીઠનાં સંયુક્ત તત્વધાનમાં રાજીવભાઈ દીક્ષિતની 12 મી પુણ્યતિથી નિમિતે 10મો પંચગવ્ય મહાસંમેલન, ગવ્યસિદ્ધો માટે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન 18 થી 20 નવેમ્બરે, સવારે 4:30 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કાન્હા શાંતિવન, ચેગુર માર્ગ, તેલંગાણા ખાતે રાખવામાં આવેલ છે. આ સભામાં ભાગ લેવા માટે www.gavyasiddh.com પર રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે (મો. 89500 95000) અને gomaata@gmail.com પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

