૧. તેઓ રાતે કંઈ ખાતા નથી

🦜

૨. તેઓ રાતે ક્યાંય ફરતા નથી.

🦜

૩. તે પોતાની જાતે જ પોતાના બાલ બચ્ચાઓને તાલીમ આપે છે. ટ્રેઈન થવા / કરવા બીજા પાંસે મોકલતા નથી.

🦜

૪. તેઓ ઠાંસી ઠાંસીને કદી ખાતા નથી. તમે કેટલાય દાણા નાખ્યા હોય તો પણ થોડુ ખાઈને ઉડી જશે. વળી જોડે 1 દાણોય લઈ જતા નથી.

🦜

૫. રાત પડતા જ સુઈ જાય સવારે વહેલા જાગી જાય. તે પણ ગાતા ગાતા જ ઉઠે.

🦜

૬. ગમે તેવું હોય તો પણ પોતાનો ખોરાક બદલતા જ નથી.

🦜

૭. પોતાના શરીર પાસેથી ખૂબ કામ લે છે. રાત સિવાય આરામ પણ કરતા નથી.

🦜

૮. બીમાર પડે તો ખાવાનું બંધ કરી દે છે. શરીર સારું થાય અને મનને ઠીક લાગે ત્યારે જ ખાય છે

🦜

૯. પોતાના બચ્ચાઓને ખૂબ સ્નેહ કરે છે. ખૂબ પ્રેમ આપે છે.

🦜

૧૦. અંદરો-અંદર ઝગડવાનું ઓછું કરે છે અને હળી મળીને રહેવાનું પસંદ કરે છે.

🦜

૧૧. કુદરતના બધા નિયમોનું પાલન ફરજીયાત કરતા હોય છે.

🦜

૧૨. પોતાનું ઘર/માળો પણ ઇકો ફ્રેન્ડલી જ બનાવે અને તે પણ પોતાની જરૂરિયાત જેટલો જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *