પક્ષીઓ રાત્રે કશું ખાતા નથી.તેઓ રાત્રે ક્યાંય ફરતા નથી. તેઓ પોતાની જાતે જ પોતાના બાલ બચ્ચાઓને તાલીમ આપે છે. તાલીમ માટે અન્ય પાસે મોકલતા નથી. તેઓ ક્યારેય વધારે જમતા નથી. તમે ગમે તેટલા દાણા નાખ્યા હોય,થોડા દાણા ખાઈને ચાલ્યા જશે વળી સાથે એક પણ દાણો લઈ જતાં નથી. રાત પડતા જ સુઈ જાય અને સવારે વહેલા જાગી જાય છે. તે પણ ગાતા ગાતા જ ઉઠે. ગમે તેવું હોય તો પણ પોતાનો ખોરાક બદલાતા જ નથી. પોતાની કોમ્યુનિટીમાં જ પરણશે એટલે કે કુટુંબ જોડે જ રહી શકાય.તમે હંસ કાગડાની જોડી પતિ-પત્નિ તરીકે ક્યાંય જોઈ છે ? તેવું હોતું કે બનતું જ નથી. તેઓ પોતાના શરીર પાંસેથી ખૂબ કામ લે છે. રાત સિવાય આરામ પણ કરતા નથી. બીમાર પડે તો ખાવાનું બંધ કરી દે છે. અને શરીર સારું થાય અને મનને ઠીક લાગે ત્યારે જ ખાય છે. પોતાના બચ્ચાઓને ખૂબ સ્નેહ આપે છે. અંદરો-અંદર ઝગડવાનું ઓછું હોય છે. હળીમળીને રહેવાનું વધુ હોય છે. કુદરતના બધા નિયમોનું પાલન ફરજીયાત કરતા હોય છે. પોતાનું ઘર/માળો પણ ઇકો ફ્રેન્ડલી જ બનાવે,અને તે પણ પોતાની જરૂરિયાત જેટલો જ. આ દરેક વસ્તુઓ માનવી એ પક્ષીઓ પાસેથી શીખવા જેવી છે.
ના રે ના, પંખી ક્યાં ગાય છે !
એ તો ઉડતા ભગવાન છે, જે ટહુકાંમાં સાક્ષાત થાય છે.
-મિતલ ખેતાણી(9824221999)
