સમગ્ર ગુજરાતમાં ૧૧૧૧ ચબૂતરાઓ, દાતાઓના સહકારથી મુકાશે.

દરેક વ્યક્તિને પક્ષીને ચણ નાખવાની ઈચ્છા હોય છે, પરંતુ ખુલ્લા મેદાન મળતા હોતા નથી તેવા સંજોગોમાં ફળિયામાં કે અગાસી પર ખુલ્લામાં હેરવી – ફેરવી શકાય અને પક્ષીને ચણ નાખવા તથા પક્ષીને પીવાનું પાણી મળી રહે તે માટે કુંડા રાખવાની વ્યવસ્થા યુક્ત મોબાઈલ ચબૂતરો(હેરફેર કરી શકાય તેવો ચબૂતરો ) નું નિર્માણ સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા કરવામાં આવ્યું છે. આ ચબૂતરામાં બિલાડી/કુતરા જેવા પ્રાણીથી પણ પક્ષીઓને સારું એવું રક્ષણ મળી રહે છે. સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પડતર કિંમતે આ મોબાઈલ ચબૂતરો આપવામાં આવશે. આ મોબાઈલ ચબૂતરા અંગેની વધુ માહિતી માટે તેમજ રૂબરૂ જોવા માટે કે વ્હોટસએપમા ચબૂતરાના ફોટા અને વિડીયો મેળવવા માટે મો. 76210 58949 નો સંપર્ક કરવા સદભાવના વૃધ્ધાશ્રમનાં વિજયભાઇ ડોબરિયા જણાવે છે. પોતાના વતનમાં, મંદિરમાં, જાહેર સ્થળોએ, ઉદ્યાનોમાં કે પછી મકાનની- ઓફિસની અગાસી, ફળિયામાં આ ચબૂતરો મૂકવામાં આર્થિક સહયોગ આપી દરરોજ સેંકડો પક્ષીઓની ભૂખ સંતોષવામાં ભાગીદાર બની પુણ્ય મેળવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *