હાલમાં ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. પક્ષીઓની તરસ છીપાવવા માટે સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ દ્રારા ચકલીના માળા તથા પક્ષીના પાણી પીવાના કુંડાનું, વહેલા તે પહેલાના ધોરણે, સ્ટોક હશે ત્યાં સુધી, નિઃશુલ્ક વિતરણ કરાશે. ચકલી એ એક એવું પક્ષી છે જે કોઇપણ ઝાડ પર કે અન્ય સ્થળો પર પોતાનો માળો બનાવી શકતી નથી જેથી તેમનું જતન જરૂરી છે. ઉનાળાના ધોમધખતા તાપમાં પક્ષીઓના જીવન બચાવવા અપીલ કરાઇ છે. પોતાના ઘર તેમજ ઓફિસ પાસે પક્ષીના પાણી પીવાના કુંડા તેમજ ચકલીના માળા રાખવા અપીલ કરાઇ છે. કુંડા તેમજ ચકલીના માળાનું સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ, ૧૨, વિજય પ્લોટ ચોક, ગોડાઉન રોડ, રાજકોટ ખાતે શ્રી મેઘજીભાઈ પુંજાભાઈ પટેલ મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોમવારથી શનિવાર,સવારે ૮—૩૦ થી સવારે ૧૨:૩૦ તથા સાંજે ૪-૦૦ થી ૬-૦૦ દરમ્યાન ચકલીના માળા, પક્ષીઓ માટેના રામપાતરનું વિનામુલ્યે વિતરણ કરાશે.
પક્ષીના પાણી પીવાના કુંડા તેમજ ચકલીના માળાનું સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ દ્વારા શ્રી મેઘજીભાઈ પુંજાભાઈ પટેલ મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિ:શુલ્ક વિતરણ.
