તાજેતરમાં જીઓ , જીતોનાં પ્રેરણાદાતા શ્રમણ આરોગ્યમ , યુવક મહાસંઘ, જે.ડી.એફ., જે.એ.એફ., જે.સી.એ.એફ., શ્રમણી શ્રમણી વિહારામ, જે.આઈ.ડબલ્યુ.ઓ.પ્રેરક એવમ સંસ્થાપક પરમ પૂ.ગુરુદેવ શ્રી નયપદ્મસાગરજી ને રૂબરૂ મળીને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયાએ આશીર્વાદ લીધા હતા. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન તરીકે બે વર્ષ દરમિયાન ડો. વલ્લભભાઈ કથીરિયાએ કરેલ કામગીરી ની ચર્ચા કરવામાં આવી હતી. ડો. કથીરિયાએ પરમ પૂ.ગુરુદેવ શ્રી નયપદ્મસાગરજી સાથે ગૌ સેવાના વિવિધ પાસાઓ જેવા કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં ગૌશાળાઓ ખોલવી, યુનિવર્સિટી અને કોલેજો માં કામધેનુ ચેર ની સ્થાપના કરવી કે જ્યાં ગાયો વિષે ની સંપૂર્ણ માહિતી વિષે બાળકો માહિતગાર થાય અને અવનવા સંસોધનો થાય, ગૌ વિજ્ઞાન પરીક્ષા ને પ્રોત્સાહન પૂરું પાડવું તેમજ પ્રધાનમંત્રીશ્રીના ‘આત્મ નિર્ભર’ ભારત અને “મેઈક ઈન ઈન્ડિયા” આંદોલનને ધ્યાનમાં રાખી સમગ્ર દેશની ગૌશાળાઓને તથા યુવા–મહિલા ઉદ્યમીઓ, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયોના પંચગવ્યમાંથી વિવિધ પ્રોડકટસ બનાવવામાં તેમજ આ અંગેના ઉદ્યોગો સ્થાપવામાં મોટી મદદ મળે. જેના થકી પરોક્ષ રીતે ગૌસેવાનું પુણ્ય પ્રાપ્ત થશે. યુવા-મહિલાઓને રોજગારી મળશે. ગૌશાળાઓ સ્વાવલંબી બનશે સ્વદેશી અને આત્મ નિર્ભરતાનો રાષ્ટ્રીય ઉદ્દેશ સિધ્ધ થશે. ગૌ સેવાના આવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પ્રસંગે મહારાજ સાહેબે પણ કથીરિયા સાહેબ પાસેથી આ બધી માહિતી જાણી પોતાના અંતઃ કરણની પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પ લાઇન ના શ્રી પ્રતિકભાઈ સંઘાણી, શ્રીજી ગૌશાળા ના રમેશભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા.
