અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ એ મહાવીર પ્રભુની આ જગતને ઉત્તમ ભેટ છે.
અનંત ઉપકારી વિશ્વસમ્રાટ શાસનપતિ શ્રી મહાવીર સ્વામી પ્રભુ જન્મ કલ્યાણકને દિને આવો

આપણે સહુ પ્રભુ સર્વજ્ઞપણાને સવિશેષ વંદન કરીએ.
૨૫૦૦ વર્ષ પૂર્વે વીરપ્રભુએ ત્રણેયકાળના સર્વજીવો અને સર્વે જડ પુદ્ગલો ભૂત, વર્તમાન અને ભાવિ સર્વે ભવો, ભાવો અને અવસ્થા પોતાના નિર્મળ જ્ઞાનમાં નિહાળી અને સવ કૌ ક્ષય કરીને આત્માના આનંદનું વેદનનું સાચું સુખ સહુ જીવો પ્રાપ્ત કરી શકે તે માટે શ્રીજિનશાસન નામની બંધારણીય તંત્રની સ્થાપના કરી. જે અવિચ્છિન્નપણે આપણને પણ આહવાન આપે છે કે આપ પણ આ ભવસમુદ્રમાંથી તરવા માટે પ્રભુએ સ્થાપે શાસન નામના નાવડાના છત્રમાં આપનું સ્થાન ગ્રહણ કરો અને સદાકાળ માટે આત્માના શાશ્વત સુખને પ્રાપ્ત કરો. વીરપ્રભુએ ૩૦ વર્ષ સુધી નિત્ય આપેલી ૨૧,૬૦૦ દેશના દ્વારા જગતન ત્રણ વસ્તી અમૂલ્ય ભેટ આપી છે. (૧) અહિંસા (૨) અનેકાંતવાદ (૩) જીવોનું વિજ્ઞાન.

૨૫૦૦ વર્ષ પહેલા એક પણ માઈક્રોસ્કોપની મદદ વગર પ્રભુએ જીવો ૫૬૩ ભેદો વર્ણ કર્યું. એકેન્દ્રિય, બેઈન્દ્રિય આદિ જીવોા વિભાગીકરણ કરીને તેં સંપૂર્ણ વિવરણ આપ્યું.

જે આજના વિજ્ઞાને અચંબાપૂર્વક સ્વીકાર્યું છે અને સર્વજ્ઞ સિવાય કોઈ આ વાત કરી ન શકે તે માનવા વૈજ્ઞાનીકો મજબુર કર્યા છે. H2O હાઈડ્રોજનના બે ઘટક અને ઓક્સીજનનો એક ઘટકના મિશ્રણથી પાણી બને છે તે બે ત્રણ સૌકા પહેલા સ્વીકારાયું, પરંતુ શ્રી સુયગડાંગ સૂત્રમાં આ વાત વીરપ્રભુએ ૨૫૦૦ વર્ષ પહેલા ફરમાવી છે કે પાણી એ સ્વતંત્ર દ્રવ્ય નથી પરંતુ વાયુઓનું બનેલું છે. વનસ્પતિમાં જીવ છે એ વાત વિજ્ઞાન દ્વારા હજુ હમણા સ્વીકારાઈ છે. વીર પ્રભુએ તો પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ, અગ્નિમાં પણ જીવની વાત છે અને તી સંખ્યાની ચોક્કસ માહિતી પણ આપી છે.સાયન્સના ફોરનેટ નામના મેગેઝીને આ વાત સ્વીકારી છે અને એક લેખ લખ્યો છે કે The Mountain That Grows એટલે કે પર્વત (પૃથ્વીકાર) વધે છે. એ વાત વિજ્ઞાન પણ સ્વીકારે છે. જે ધર્મ કહે છે બે ચંદ્ર છે અને બે સૂર્ય છે. આજનો સૂર્ય કે ચંદ્ર ૧ દિવસ પછી પાછો અહિં આવે છે તે વાતે હવે વિજ્ઞાન સ્વીકારવા તૈયાર થઈ રહ્યું છે.

વીરપ્રભુએ ગૌશાળાનો વિરોધ નથી કર્યો – વિજ્ઞાનનો જે ધર્મે ક્યાંયો વિરોધ હોય? પરંતુ, વિજ્ઞાન સાચી દિશામાં પ્રગતિ કરશે તો તે સત્ય પ્રાપ્ત થયા વગર નહીં રહે. લેબોરેટરીના સાધનો તોડીફોડીને વર્ષોથી મહેત પછી જે સુવર્ણસિદ્ધિની પ્રાપ્તી નથી કરી શકતું એ યોગીઓને મળ અને મૂત્રમાંથી પ્રાપ્ત થતું હતું એ વાતની ઈતિહાસ ખાતરી પૂરે છે.

વિજ્ઞાન એ તોય મિનિટનો કાંટો છે, ધર્મ એ કલાકનો કાંટો છે, વિજ્ઞાન એ પોલીયો પિડીત બાળક છે,ધર્મ એ વિશ્વકક્ષાનો ગોલ્ડમેડલીસ્ટ એથ્લેટ છે.
વિજ્ઞાન એ મોઢામાં રાખેલ પાણીનો કોગળો છે, ધર્મ એ પેસીફીક મહાસાગર છે. સમજદાર વૈજ્ઞાનિકો આઈન્સ્ટાઈન કહે છે કે અમે તો વસ્તુ સાપેક્ષ (આંશિક) સત્ય જ જાણી શકીએ છીએ. પૂર્ણ સત્ય તો કોઈ સર્વજ્ઞ જ સમજી શકે. ફુટપટ્ટીથી સ્વયંભૂરમણ સમુદ્રને માપી શકાય? તો વિજ્ઞાન એ ફૂટપટ્ટી છે અને ધર્મ એ સ્વયંભૂરમણ સમુદ્ર છે. મહાઅમૂલ્ય સૌાનું મૂલ શુલ્લક એવી ચણોઠી કરે છે. એક ચણોઠીના વજનભાર સોથી લાખો ચણોઠી ખરીદી શકાય છે. છતાં સૌનું વજન ચણોઠી જ કરે છે. એ ન્યાયે આજના યુગને સૉા જેવા ધી ઓળખ વિજ્ઞાનની ચણોઠીથી કરાવવી જરૂરી થઈ પડી છે. અરિહંત ડોટ કોમમાં પરમતત્વનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કરતા ફરમાવ્યું છે કે વિજ્ઞાન કિડનીનું પ્રત્યારોપણ કરી શકે છે પરંતુ કરુણારસનું પ્રત્યારોપણ ધર્મમહાસત્તા જ કરી શકે. વિજ્ઞાન પળભરમાં આંખના નંબર ઉતારી શકે છે પરંતુ માનવો વચ્ચે મહામુસીબતે પણ આંખના વિકારને દૂર કરી શકતું નથી. મુંબઈ અને મેક્સિકો વાત કરાવી શકતું વિજ્ઞાન એક જ ઘરના બે ભાઈઓ અબોલા દૂર કરાવી શકતું નથી. તે શરીરમાં શુગરનું પ્રમાણ વધારી શકે છે પણ જીભમાં મીઠાશ ઉમેરી શકતું નથી. રોગપ્રતિકારક શક્તિ કદાચ વિકસાવી શકે છે પરંતુ દોષપ્રતિકારક શક્તિ અંગે તે મોં છે. ભર ઉનાળે માણસને ઠારી શકતું વિજ્ઞાન માણસના ઉશ્કેરાટને ઠારી શકતું નથી. તે શહેરના અને શરીરના ઉષ્ણતામાનને માની શકે છે પણ મગજના ઉષ્ણતામાનને કાપી શકતું નથી. તે માનવના હૃદયને ખોલી શકે છે પણ માનવના હૈયાને ખોલી શકતું નથી. તે કસનળીમાં માનવ પેદા કરી શકે છે, પરંતુ માણસના હૈયે માણસાઈ પ્રગટાવી શકતું નથી. શબ્દો અને રૂપને પકડવાની શક્તિ ધરાવતું વિજ્ઞાન શબ્દો અને રૂપની પકડમાંથી માણસને છોડાવી શકતું નથી. આનો અર્થ એ છે કે વિજ્ઞાન ભાવ ઉપર વિજય પ્રાપ્ત કરી શકતું નથી. તે માટે આજના વર્તમાનને વર્ધમાનના વિશેષ જ્ઞાનના શરણે ગયા વગર છૂટકો નથી.ડોક્ટરો કહે તો આપણે ઉકાળેલું પાણી પીએ છીએ. પણ ગુરુભગવંતનો આ ઉપદેશ આપણા કાને સંભળાતો નો. ઓપરેશન કરવા જઈએ ત્યારે ડોક્ટર કહે તે કપડા પહેરીએ છીએ, જેમ ભૂખ્યા રાખે તેમ રહીએ છીએ, જે કાપકૂપ કરવી હોય તે કરવા દઈએ છીએ. ઉપરથો કાગળ ઉપર સહી કરીને આપીએ છીએ કે ઓપરેશન દરમ્યાન મૃત્યુ થાય તો પણ ડોક્ટરની જવાબદારી રહેશે નહીં. ધર્મમહાસત્તા તો કલ્યાણમય જીવનની ગેરેન્ટી આપે છે પરંતુ તી વાતો સ્વીકારવા મન તૈયાર થતું નથી. બહી પાંચ-દસ દાણા ભાતના દબાવીને નક્કી કરે છે કે તપેલીમાં રહેલા બધા ચોખા પાકી ગયા છે તેમ ધમી પાંચ-પચાસ વાતો વિજ્ઞાનની એરણપર જો સિદ્ધ થઈ હોય તો ઉપરોક્ત ન્યાયાં બાકીની સર્વ વાતો સત્યને આધારિત છે.

આત્મા, ધર્મ, પાપ-પુણ્ય, સદ્ગતિ, દુર્ગતિ આ બધી વાતનો વહેલા કે મોડા વિજ્ઞાને સ્વીકાર કરશો પડશે. અસંખ્ય વર્ષથી ચાલી આવતી આપણી ધમી ઉજ્જવળ પરંપરાને વિજ્ઞાનની સાબિતીની ઓથની જરૂરત નો. પરંતુ, આજના વિજ્ઞાનપરસ્ત યુગને આ પ્રકારે સમજણ આપવાથી શ્રદ્ધાની વૃદ્ધિ થાય છે. વિજ્ઞાને હાથની, પગની, આંખની શક્તિ વધારી છે પણ રાગદ્વેષની મંદતા કરવા માટે ધર્મ મહાસત્તાના શરણે ગયા વગર બીજો કોઈ વિકલ્પ નથો. તેથી જ વર્તમાનને વર્ધમાનની વિશેષ આવશ્યક્તા છે.

લિ.
લેખક : શ્રી અતુલકુમાર વ્રજલાલ શાહ (સીએ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *