પશુ-પક્ષીઓની તંદુરસ્તી જાળવવા માટે ખોરાક એક મહત્વની બાબત છે. જીવદયા સંસ્થાઓમાં ગાયભેંસ જેવા પાલતુ પ્રાણી વિશેષ હોય છે. પરંતુ  કુદરતમાં વિહરતા પશુ-પક્ષી પણ કયારેક સંસ્થાઓનો આશ્રય મેળવતા હોય છે. જુદા જુદા પશુ-પક્ષીને ખોરાક આપવા માટે ઉપયોગી થાય તે અર્થે ખોરાક પત્રક આ સાથે રજૂ કરેલ છે.

જુદા જુદા પશુ—પક્ષીનું ખોરાક પત્રક

(૧) પોપટ– ચોળા, તુવેરશીંગ, પપૈયા, કેરી, કાકડી, શેરડી, રાયણ, જામફળ, મરચા, ગાજર-૫૦ ગ્રામ, મગફળી–૫૦ ગ્રામ, જુદા જુદા બીજ–૧૦૦ ગ્રામ, સુર્યમુખીના બીજ–૨૫ ગ્રામ

(૨) કબૂતર– ઘઉં–૨૫ ગ્રામ, જુવાર–૨૫ ગ્રામ, ચોખા–૨૫ ગ્રામ

(૩) મોર–બાજરો–૨૫ ગ્રામ, ઘઉં-૨૫ ગ્રામ, જુવાર-૨૫ ગ્રામ, રોટલ-૫૦ ગ્રામ, લીલા શાકભાજી-૭૫ ગ્રામ, મગફળીના દાણા–૨૦ ગ્રામ.

(૪) કોયલ—મિશ્ર ધાન્ય-૫૦ ગ્રામ, મિશ્ર કઠોળ–૨૫ ગ્રામ, પપૈયુ—૫૦ ગ્રામ.

(૫) બજરીગર/લવબર્ડ– કાંગ–૧૦ થી ૧૫ ગ્રામ, કોથમીર/પાલક–૧૦થી ૧૫ ગ્રામ.

(૬) કોકટીલ– લીલા શાકભાજી–૨૫ ગ્રામ, બ્લેકશીડ મીકસ–૨૦ થી ૨૫ ગ્રામ.

(૭) લવ બર્ડઝ–કાંગ, બ્લેકશીડ, બાજરી, કોથમીર–૧૫ થી ૨૦ ગ્રામ

(૮) મેના/બુલબુલ-પપૈયુ, કેળા તથા અન્ય ફળ–૨૦ થી ૫૦ ગ્રામ.

(૯) મુનીયા/ફિન્ચ-કાંગ, બ્લેકશીડ, કોથમીર-૫ થી ૧૦ ગ્રામ.

(૧૦) તેતર- જુવાર, બાજરી–૨૫ ગ્રામ.

(૧૧) કુંજ–મગફળી–૫૦ ગ્રામ.

(૧૨) વાંદરા–પલાળેલ ચણા-૧૫૦ થી ૨૦૦ ગ્રામ, ફળ–શાકભાજી–૧૦૦ થી ૨૦૦ ગ્રામ, કેળા–૨, શીંગદાણા ૫૦ ગ્રામ.

(૧૩) નીલગાય—લીલાચારો-૧૫ કિ.ગ્રામ, સૂકોચારો—૨ થી ૪ કિ.ગ્રામ.

(૧૪) કાચબા- પથરાયા–ચણા–૧૫ થી ૨૦ ગ્રામ, લીલા શાકભાજી-૧૫ થી ૨૦ ગ્રામ, રજકો–૨૦ થી ૨૫ ગ્રામ.

(૧૫) બકરા—લીલોચારો– ૨ થી ૩ કિ.ગ્રામ, સૂકોચારો—૧ થી ૨ કિ.ગ્રામ.

(૧૬) લવારા—લીલોચારો-૧ થી ૨ કિ.ગ્રામ, સૂકોચારો- ૧ થી ૨ કિ.ગ્રામ.

(૧૭) ઘેટા– લીલોચારો-૨ થી ૩ કિ.ગ્રામ, સૂકોચારો ૧ થી ૨ કિ.ગ્રામ.

(૧૮) ગાડરડા—લીલોચારો—૧ કિ.ગ્રામ, સૂકોચારો-૧ કિ.ગ્રામ.

(૧૯) અશ્વ—લીલોચારો-૧૫ થી ૨૦ કિ.ગ્રામ, સુકોચારો-૬ થી ૮ કિ. ગ્રામ, જરૂર મુજબ જોગાણ આપવું.

(૨૦) ગદર્ભ- લીલોચારો-૮ થી ૧૦ કિ.ગ્રામ, સૂકોચારો ૪ થી ૬ કિ.ગ્રામ.

(૨૧) ઉટ–લીલોચારો—૩૦ કિ.ગ્રામ. સૂકોચારો-૧૦ થી ૧૫ કિ.ગ્રામ, ગોવાત્ર અને મગફળીનો પાલો પસંદગીનો ખોરાક છે.

(૨૨) સસલા–ચણા–૫૦ ગ્રામ, રજકો–૪૦૦ ગ્રામ.

(૨૩) ખીસકોલી–મીશ્ર ધાન્ય ફળ, મગફળી, ફળો વગેરે આપી શકાય.

(૨૪) ચિતલ, કાળીયાર, હોગડિઅર, ચિંકાર, ચૌશિંગા—લીલોચારો—૫ કિ.ગ્રામ, સૂકોચારો—૨ કિ.ગ્રામ

સંકલન :– મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *