• દિલ્લી ખાતે ધારાસભ્ય શ્રીમતી શ્રીરૂપા મિત્રા ચૌધરી સાથે ગિરીશભાઈ શાહની મુલાકાત થઇ

બંગાળની સરહદે આવેલા માલદા જિલ્લાના અંગ્રેજી બજારના ભાજપના ધારાસભ્ય, નિર્ભયા દીદી તરીકે પ્રસિદ્ધ નિડર અને લડાયક વ્યક્તિત્વ ધરાવતા શ્રીમતી શ્રીરૂપા મિત્રા ચૌધરીએ એનિમલ વેલફેર બોર્ડના વરિષ્ઠ સભ્ય ગિરીશભાઈ શાહ સાથે રાષ્ટ્રવાદ, પશુ કલ્યાણ, ગાય વિશે વિગતવાર વાતચીત કરી હતી. પ્રતિનિધિમંડળમાં એનિમલ વેલફેર બોર્ડના સભ્યો

મધ્યપ્રદેશના ગૌ વ્રતી શ્રેષ્ઠી રામકૃષ્ણ રઘુવંશી, ભારત સરકારના પશુપાલન મંત્રાલયના માનદ સલાહકાર સમિતિના સભ્ય મિતલ ખેતાણીએ ભાગ લીધો હતો.ખાસ કરીને સરહદી વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનું રક્ષણ કેવી રીતે કરવું, પશ્ચિમ બંગાળમાં સમસ્ત મહાજનની તમામ સુપ્રવૃતિઓ, પશુ સારવાર એમ્બ્યુલન્સનું વિસ્તરણ વગેરે વૈશ્વિક સંસ્થાના વ્યાપને કેવી રીતે વધારવો તે અંગે મહત્વની અને નિર્ણાયક ચર્ચા થઈ હતી.

શ્રીરૂપા મિત્રા ચૌધરીજીએ 2004 માં રાષ્ટ્રીય કાનૂની સાક્ષરતા મિશનના પ્રારંભમાં ભાગ લીધો હતો. 2008 સુધી, તેમણે કાયદા અને ન્યાય મંત્રાલયના રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના રાષ્ટ્રીય સલાહકાર તરીકે સેવા આપી હતી. 2010 સુધી તે NGO સુદિનાલયના પ્રમુખ હતા.કોલકાતામાં નિર્ભયા દીદી તરીકે ઓળખાતા તેઓ બળાત્કાર પીડિતોના પુનર્વસન અને મહિલાઓને શૌચાલય પ્રદાન કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા હતા.તેણીએ 2012ના દિલ્હી ગેંગ રેપ બાદ વડા પ્રધાન મનમોહન સિંહ દ્વારા રચાયેલ મહિલાઓ સામે બળાત્કાર, ટ્રાફિકિંગ અને હિંસા પર વિશેષ ટાસ્ક ફોર્સની અધ્યક્ષતા કરી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં, તેમણે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર માલદા દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડી હતી. પરંતુ અબુ હાસિમ ખાન ચૌધરી સામે ઓછા અંતરથી હારી ગયા.

2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં, ચૌધરીએ અંગ્રેજી બજારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને TMCમાંથી તેમના નજીકના હરીફને હરાવીને બેઠક જીતી હતી.

શ્રીમતી શ્રીરૂપા મિત્રા ચૌધરી સાથે ભારત સરકારનાં એનિમલ વેલફેર બોર્ડના વરિષ્ઠ સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહની મુલાકાત થતા તેમણે પશ્ચિમ બંગાળમાં સમસ્ત મહાજનની જીવદયા પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાની ચર્ચા કરી હતી. વૈશ્વિક સ્તરે જન, જળ, જંગલ, જમીન અને જનાવરની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનની જીવદયા અને સેવાકીય પ્રવૃતિઓનો લાભ હવે સમગ્ર દેશ ઉઠાવી શકે તે હેતુ સાર્થક થવા જઈ રહ્યો છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *