પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર ટ્રસ્ટ દ્વારા પૂજય પાવન શ્રી ડુંગરબાપા તથા કુળદેવી શ્રી ભવાનીમાં મંદિર રાણપુર (નવાગામ) મુકામે વિવિધ પ્રસંગોનું આયોજન કરેલ છે. જેના અંતર્ગત આસો શુદ-૮ (આઠમાં નોરતે) તા.૦૩/૧૦/૨૦૨૨, સોમવારના રોજ સાંજે ૫-૦૦ થી ૭-૦૦ કલાકે રાણપુર ગામની બાળાઓને રાસ લેવડાવવાના છે તો આ પ્રસંગે પરિવારને લાભ લેવા આમંત્રણ છે. આ પ્રસંગે રાસ લેનારી રાણપુર ગામની બાળાઓને લાણી સ્વ. શ્રી કાંતિભાઇ લવજીભાઇ ખેતાણી, શ્રી ભીખાભાઇ ડાયાલાલ પાંઉ તરફથી ૧ લાણી તેમજ શ્રી ચેતનભાઈ મનસુખભાઈ ખેતાણી–મુંબઇ, પ્રાન્શુંબેન અમીતભાઈ પાંઉ (કેનેડા) તરફથી એક લાણી અપાશે.
આશો સુદ-દશમ (દશેરા) ના શુભ દિવસે તા. ૦૫-૧૦–૨૦૨૨, બુધવાર, ટ્રસ્ટ દ્વારા શ્રી ભવાનીમાં ની જયોત જગાવવાનો શુભ પ્રસંગ આયોજીત કરેલ છે. જે પરીવારજનોને જયોત જગાવવાની હોય તો તુરંત ટ્રસ્ટનો સંપર્ક શ્રી કિશોરભાઇ પાંઉ મોઃ ૯૯૯૮૮૬૦૬૨૫ શ્રી અમરભાઇ પાંઉ મોઃ ૯૦૮૧૦૮૨૮૦૦, ફોન કરી જયોત નોંધાવી દેવાની રહેશે. કુલ ૧૧ જયોત થઇ શકે તેટલી વ્યવસ્થા છે. ૧૧ થી વધારે નામ નોંધાશે નહિં. એક પરીવારમાંથી ફકત ૩ જયોત જગાવવાની જગ્યા થશે. જયોત લખાવનાર પરિવારે રૂ।. ૫૦૦/– ટ્રસ્ટમાં જમા કરાવવાના રહેશે. જે બીજા દિવસે સવારે ઉથાપન વખતે સવારે ૮-૦૦ કલાકે પરત આપવામાં આવશે. ઉથાપનમાં હાજરી આપવી ફરજીયાત છે. અને ઉથાપન વખતે હાજર નહી રહેનાર કુટુંબીજન ના રૂા. ૫૦૦/- ટ્રસ્ટમાં જમા કરી દેવામાં આવશે.(જયોત માટેની વિગત વોટસએપ કરી આપવાની રહેશે.) સામાન્ય રીતે આપણો પરીવાર નવા વર્ષે પૂજય પાવન શ્રી ડુંગરબાપા તેમજ કુળદેવી શ્રી ભવાની માતાના દશનાર્થે જતા હોય છે. દર વર્ષની માફક આ વખતે પરિવારના ટ્રસ્ટ દ્રારા ૧૪ મો સ્નેહમિલન કાર્યક્રમ કારતક સુદ-૪ ને શનીવાર તા.૨૯-૧૦-૨૦૨૨ સમય સાંજે ૫-૩૦ કલાકથી સ્નેહ મીલન તથા મહાઆરતી તેમજ રાત્રે ૦૮-૦૦ કલાકે સ્વરૂચી ભોજનનું પણ આયોજન કરેલ છે તેમાં ટ્રસ્ટના આયોજનને સફળ બનાવવા દરેક પરિવારના સભ્યોની હાજરી આવશ્યક છે. બહારગામ તથા ફોરેનથી આવનારા પરીવારના ભાઈઓ આ પ્રોગામનો પુરેપુરો લાભ લે તથા અચુક હાજરી આપી શકે તથા આપશ્રી રેલ્વે ટીકીટ વહેલા બુકીંગ કરાવી શકો તેના માટે પત્રથી જાણ કરવામાં આવી છે. સર્વે કુટુંબી ભાઇઓને સહ પરીવાર આયોજનનો લાભ લેવા પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઇ છે.

પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ભવાની, જય ડુંગરબાપા, જય ગોરધનદાદા

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *