પૂજય કુળદેવી શ્રી ભવાનીમાં તથા પૂ. શ્રી ડુંગરબાપાની અસીમ કૃપા તથા આર્શીવાદથી સમગ્ર પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ટ્રસ્ટ દ્રારા આયોજીત ૧૪ (ચૌદ)મો વાર્ષિક હવન સંવત ૨૦૭૮ ના ચૈત્ર સુદ-૮ ને શનિવાર તા. ૦૯/૦૪/૨૦૨૨ના રોજ પૂ. માતાજી તથા પૂ. ડુંગરબાપાના દેવસ્થાને રાણપુર (નવાગામ) મુકામે યોજવાનું નકકી કરેલ છે. પૂ. માતાજીના આ હવનમાં સર્વે કુટુંબી ભાઈઓ સહ પરિવાર હાજરી આપીને પૂ. માતાજીના તથા પૂ. ડુંગરબાપાના તથા પૂ. શ્રી ગોરધનદાદા દર્શન, પૂજન અર્ચનનો લાભ લેવા પધારે એવું જાહેર આમંત્રણ ટ્રસ્ટ દ્વારા પાઠવાયું છે.

આ હવનમાં આચાર્યપદે વિદ્વાન શાસ્ત્રીશ્રી ચેતનભાઈ કુવાડવાવાળા રહેશે. હવનમાં એક સાથે પરિવારના ત્રણ દંપતિઓ બિરાજશે જેમાં (૧) જયેશભાઈ રાજુભાઈ પાંઉ તથા અ.સૌ. જીનલબેન જયેશભાઈ પાંઉ (કુંવાડવા) (૨) ધીરજલાલ જગજીવનદાસ ખેતાણી તથા અ.સૌ. મનિષ્વીબેન ધીરજલાલ ખેતાણી (નાલા સોપારા) (૩) અમરકુમાર મનોહરભાઈ ખેતાણી તથા અ.સૌ. અલ્પાબેન અમરકુમાર ખેતાણી બિરાજશે.

કોરોનાને ધ્યાનમાં લઈને શરદી, ઉધરસ, તાવ તથા અશકત વ્યકિતએ મંદિરે હવનમાં ન આવવા વિનંતી તથા આવનાર વ્યક્તિએ માસ્કનો ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે. કોરોના મહામારીને કારણે હવનમાં કાર્યક્રમમાં જે—તે સમયની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને કંઈપણ ફેરફાર કરવામાં આવશે તો આપશ્રીને (PPKPT) વ્હોટસઅપ ગ્રુપમાં જાણ કરવામાં આવશે જે ટ્રસ્ટી મંડળની યાદીમાં જણાવાયું છે. આ યજ્ઞ (હવન)ની વધુ માહિતી માટે અમરભાઈ પાઉં (મો.૯૦૮૧૦ ૮૨૮૦૦) પર સંપર્ક સાધવા વિનંતી.

–અમરભાઈ પાંઉ

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *