
દ્વારકાધીશનાં દર્શને પગપાળા જતા લોકોને પાંચાણી ફાઉન્ડેશન દ્વારા છાશ વિતરણ કરવામાં આવ્યું જે વ્યક્તિઓને ભૂખ ના લાગતી હોય, પાયન બરાબર ના થતું હોય, ખાટા ઓડકાર આવતા હોય, છાતીમાં ગભરામણ થતી હોય તો આ બધા માટે છાશ અમૃત સમાન માનવામાં આવે છે. છાશમાં વિટામીન-સી હોવાથી તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. વળી છાશમાં પ્રોટીન, આયરન, જેવા તત્વો પણ સામેલ છે. છાસમાં કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. આ સિવાય તેમાં પોટેશિયમ, વિટામિન-બી અને ફોસ્ફરસ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. દરરરોજ છાસ પીવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ નથી થતી. પગપાળા જઈ રહેલા લોકોમાં સ્ફૂર્તિ આવે અને એક નવી ઉર્જાનું સિંચન થાય તે હેતુથી પાંચાણી ફાઉન્ડેશન દ્વારા દ્વારકાધીશનાં દર્શને જતા લોકોને છાસ પીવડાવવા માટે સ્ટોલ શરુ કરાયો હતો. ઉનાળાની ગરમીમાં પગપાળા યાત્રાએ જતા લોકોની સેવા અને કરવાની સાથે સાથે તેમના સ્વાસ્થ્યની પણ કાળજી લેવાની પાંચાણી ફાઉન્ડેશનની આ પહેલ પ્રસંશનીય છે. પાંચાણી ફાઉન્ડેશનની વિશેષ માહિતી માટે પાંચાણી ફાઉન્ડેશનનાં મેનેજીંગ ટ્રસ્ટીનો સંપર્ક(મો. 98242 12480) પર કરવા યાદીમાં જણાવાયું છે.