ચાલો આપણે સૌ પાણીની બચત બેંક બનાવીએ જેમ જમીનમાંથી બોર બનાવીને પાણી ખેંચીએ છીએ તેમ પાણી બચાવવામાંથી વ્યવસ્થા કરીએ. તે માટે બંગલાઓમાં નવા બનતા મોટા ફ્લેટોમાં અગાશી સિવાયની ખુલ્લી જમીનમાં વરસાદનું જે પાણી રોડ ઉપર જાય છે તેને બચાવવા માટે આપણે ગ્રાઉન્ડમાં રીચાર્જ બોર બનાવીને પાણી નીચે ઉતારવાની વ્યવસ્થા ગોઠવવા વિનંતી.

પાણીનો વિકલ્પ નથી સિવાય કે પાણીની બચત કરીએ

‘જળ એ જ જીવન’ માનવ સાથે પ્રાણી માત્રના અને પર્યાવરણના પણ સહભાગી થઈએ, જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી પાની

પાણી બચતનું લાંબા ગાળાનું આયોજન કરવામાં નહી આવે તો પૈસા ખર્ચતા પણ પાણી નહી મળે.

રાજકોટમાં આજી, ન્યારી અને લાલપરી ત્રણ ત્રણ નદી છે ત્રણ ડેમ છે. પરંતુ વસ્તી વધતા પાણીનો ખુબ વપરાશ ખુબ જ વધ્યો છે. આજે સૌની યોજના નર્મદા માતાને સરકારશ્રીએ દરેક જગ્યાએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ કયાં સુધી ? આપણે લોકો જુના રાજકોટમાં પહેલા ખાળ કુવા હતા અને તેના હિસાબે પાણીની સપાટી ઉંચી રહેતી હતી અને જેના હિસાબે ડંકીમાં ૩૫ થી ૪૦ ફૂટે પાણી હતુ આજે પાણીના સ્તર નીચે જતા ૮૦૦ થી ૧૯૦૦ ફુટ સુધી બોર કરવા પડે છે. જમીનમાં પાણી ઓછુ થવાથી ગરમીનું પ્રમાણ વધે છે અને પાણીની ઘટ પણ સર્જાય છે આ માટે દરેક ગામ અને શહેરમાં મકાનોમાં અગાસી સીવાય ખુલ્લી જગ્યાનું, ફળીયાનું પાણી ફલેટ અથવા બંગલાનું સંપૂર્ણ પાણી નીચે ઉતારવા માટે ગ્રાઉન્ડના પાણીને ઉતારવા માટે વધુ બોર રીચાર્જ કરીએ કેમ કે આપણે બધા જ જમીનમાં બોર કરીને પાણી ખેંચીએ છીએ જે તે પાછુ આપવા માટે ઘણી મોટી જગ્યા નીચે ખાલી પડી છે. આ માટે ડેમ કે ચેમડેમ કરવા કરતા ખર્ચ પણ ઓછો આવશે, પાણી પણ સુધરશે અને પાણીને ઘર ઘર સુધી પહોંચાડવાનો ખર્ચ પણ ઓછો આવશે, આમ કરવાથી શુધ્ધ અને સાત્વીક અને જરૂરી મીનરલ સાથેનું
પહેલાની જેમ જ પાણીની બચત થાય તેવું મારું માનવું છે. હાલમાં જ રાજકોટના તેમજ અમદાવાદના મોટા ગજાના બીલ્ડરે આ વ્યવસ્થા પોતાના ૨૦૦ ફલેટની સ્કીમમાં અમલ કરેલ છે તેવું જાણવા મળેલ છે. બિલ્ડર મિત્રો તેમજ નવા બનતા મકાન ધારકોને વિનંતી કે અગાસીનું પાણી રીચાર્જ બોર કરીએ છીએ તેવી રીતે આપણા ફળીયાનું કે ગ્રાઉંન્ડનું પાણી રીચાર્જ થાઈ તે માટે વધુ બોર બનાવીએ.

ચાલો આપણે રાષ્ટ્ર, સમાજ, જનતાને શુધ્ધ પાણીની ભેટ આપીએ જે સૌથી સારી અને સાચી એમેનીટીઝ છે.

જમીનનું સ્તર ઉચું આવતા અને વરસાદી ક્ષાર રહિત ચોખ્ખુ પાણી મળતા રોગ ઘટશે, પર્યાવરણ સુધરશે, સ્તર ઉંચું આવશે, ગરમીનું પ્રમાણી પણ ઘટશે, લાઈટ બીલ ઓછું આવશે તેમજ આજે દરેક પરીવાર ૬૦૦ થી ૧૨૦૦ લીટર પાણી વાપરે છે તેમાંથી ૩૦૦ લીટર પણ જો જમીનમાં ઉતા૨વામાં આવે તો શુધ્ધ પાણી બોરમાં મળશે અને સ્તર ઉંચાં આવશે અને પાણીની બચત થશે. સરકાર દ્વારા હાલમાં ડેમ,ચેક ડેમ રીચાર્જ કરવામાં કે નવા કરવામાં સબસીડી ને રાહત આપે છે સાથે સાથે ખેતીમાં પાણી ઓછું વપરાય તે માટે ટુંપક સિંચાઈ પર લોન અને સબસીડી આપે છે. તેનો તો લાભ લઈએ. પરંતુ આપણે પણ પાણીની બચત કરીએ. સાથે સાથે સરકારને વિનંતી છે કે ટીપી સ્કીમમાં ૩૫% જમીન કાપી લેવામાં આવે છે તેમા સારા બગીચા, નાના તળાવો અને તેમાં પણ રીચાર્જની વ્યવસ્થા કરવામાં આવે તેવી વિનંતી. અને સાથે સાથે સ૨કારી ઓફીસોમાં પણ આવું આયોજન કરવામાં આવે અને ચાર રસ્તાઓ ૫૨ આવા બોર રીચાર્જ કરીને
જો પાણીની બચત થાય તો તે માટે સારા એન્જીનીયરનો અભિપ્રાય લઈને કરાવવું જોઈએ કારણ કે પાકા રસ્તાઓમાં પાણી ઉતરતું નથી અને આજે આપણે જોઈએ છે કે રોડ, રસ્તાઓ પાકા થઈ ગયા છે, મકાનોના ફળીયા પણ પાણી જમીનમાં ઉતરવા દેતા નથી તો રીચાર્જ માટેની વ્યવસ્થા સરકારશ્રી, ધાર્મિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, સરપંચશ્રીઓ, શહેરી વિકાસ મંડળો, સ્વૈચ્છીક સંસ્થાઓ અને જન જન આમા જોડાઈ તેવી નમ્ર અરજ કારણ કે પાણી સૌના માટે છે અને સૌની જરૂરીયાત છે. ખેડૂત મિત્રો આપ ખૂબ જ સરસ કાર્ય અત્યારે કરી રહયાં છો પરંતુ આપણે જેમ બોર અને કૂવા કરી રહયાં છીએ તેવી રીતે જ પાણી બચાવવા માટે ખેત તળાવડી, ચેક ડેમ કે ડેમ બનાવવામાં મદદરૂપ થવું જોઈએ. આપણા વિડલો આટલી બધી સગવડ ન હતી તો પણ વાવ, કૂવા અને તળાવ બનાવતા હતા. દરેક જમીન ધારકો અને ખેડૂતોને નમ્ર વિનંતી કે બિન ખેડવાણ જમીનમાં ચાસ પાડી દેવાથી પાણી જમીનમાં ઉતરશે અને ઓછા ખર્ચે સારૂં જળસંગ્રહ થશે.

આજે તો આપણને પાણીની બોટલો ૧૫ થી ૨૦ રૂપીયા ખરીદતા મળે છે જે આપણા વિડલોને નદી, તળાવ, વાવ, કૂવા, વિરડા મારફતે મળતુ હતુ આપણે પાણીની બચત નહી કરીએ તો, આપણા બાળકોને પીવા પુરતું પણ પાણી નહી મળે જુની કહેવતમાં એમ કહેવાય છે કે, પક્ષીઓ આકાશમાં ઉડે છે તેના તરંગો દ્રારા જ પાણીની વ્હેણ જળવાઈ છે માટે પશુ-પક્ષીની પણ ખેવના કરીને પાણીની બચત કરવી આપણા માટે ખુબ જ જરૂરી છે.

વિશેષ અરજ કેઃ-

હાલમાં દરેક ઘરોમાં સંડાશ—બાથરૂમમાં એસીડ વાપરવામાં આવે છે જેવા કે (હાર્ષિક) કેમીકલથી ધોવામાં આવે છે જેના હિસાબે પાણી બગડે છે અને ગટર દ્વારા આ પાણી ડેમમાં જતા અને તે પાણી ખેતરોમાં વપરાતા લીવર, કેન્સર અને સ્કીનના રોગોની ઉત્પતી થાય છે તો તેના ઉપર બેન મૂકીને જળની શુધ્ધતા સુધારી શકાય આ માટે યોગ્ય પગલા લઈ શકાય તેવી વિનંતી છે.

રમેશભાઈ ઠકકર
(મો.૯૯૦૯૯ ૭૧૧૧૬)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *