જીવન ઉનહી કા ધન્ય હૈ , જો પર હિત મે કુછ કર ગયે. વરના ગવાહી જીંદગી ,મોત આઇ ઔર મર ગયે* .*
જીવન કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવુ જીવ્યા એ મહત્વનું છે.કેટલુ કમાયા એ મહત્વનું નથી, પરંતુ પરોપકારાર્થે કેટલુ વાપર્યુ એજ અગત્યનું છે.પૈસા તો ઘણા પાસે પરસેવાની જેમ ગંધાય છે, પરંતુ એ પૈસા જયારે પર -સેવા માટે વપરાય ત્યારે લક્ષ્મી બની જાય, એમાં પણ ઘાસના તણખલા માટે ટળવળતી, પાણીના બુંદ માટે બળબળતી, બિમારીથી બચવા માટે વલખા મારતી વિવશ અને વિષાદ ભરી આંખોથી આંસુ સારતી બેબસ લાચાર બીમાર મોતના આરે ઉભેલી ભૂખી ,દુ:ખી , મૂંગી ગૌમાતની આંતરડી ઠારવાથી અદકેરૂ કોઈ પૂણ્ય નથી, એના જેવું કોઈ દાન નથી, આ શાસ્ત્રનું વિધાન છે.જીવનને કૃતાર્થ કરવું હોય , પૂણ્ય કમાઈ મોક્ષનો માર્ગ મોકળો કરવો હોય તો દાન કરો, ગૌમાતા ને તૃપ્ત કરો, શ્રી જલારામ ગૌ સેવા કેન્દ્ર ભાભર મકરસંક્રાંતિ પર્વમાં ગ્રહોનો અસર તેમજ દરેક જાતક ઉપર દ્રષ્ટિ પણ બદલાય છે. આ પર્વમાં શાસ્ત્ર અને પુરાણો પ્રમાણે ગૌ દાન ખુબજ મહત્વનું દાન કહેવાય છે. આગામી દિવસોમાં મકરસક્રાંતિ આવી રહી છે તો સર્વે ગૌ દાતાઓને ઘાસચારો , દવા , ગૌ શાળા તેમજ ઍમ્બૂલંસ ખર્ચ પેટે જે કોઈ દાન -પુણ્ય કરવાની ઇચ્છા હોય તેવા દાતાઓ એમનું દાન ઓનલાઇન ચેક તેમજ રોકડ રકમ આપી નોંધવા વિનતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે સંસ્થાના સંચાલકોનો સંપર્ક સાધવા જણાવાયું છે.એક ગાય વાર્ષિક દતક લેવાના 12000 રૂપિયા ના ગુણાંક માં તથા એક ગુણી કપાસિયા ખોળ(પાપડી) ના 1000 રૂપિયા ના ગુણાંક માં આપણે પણ જોડાઈએ અને બીજાને પણ આ ભગવદ્ કાર્ય માં એક પરિવાર તરીકે જો ડીએ અને ગૌ સેવા નો લાભ વાયા મીડિયા થી ખૂણે ખૂણે બીમાર ગૌ માતા માટે પુષ્કળ પ્રમાણમાં ગૌ દાન મળે તેવા ભાવથી આ મેસેજ ને આગળ મૂકશો
ફૂલ નઈ તો ફૂલ ની પાંખડી ની આશા સાથે યથા યોગ્ય સહાય કરવા વિનંતી જય ગૌ માતા જય ગોપાલ વેબસાઈટ:jalaramgauseva.org. દાન હેતુ સંપર્ક મોબાઈલ નંબર મોતીભાઈ 9824641000 , મનુભાઈ ઠક્કર 9824517951 , હર્ષદભાઈ 9714732000 લીલાધરભાઈ ઠક્કર 9824031101 કલ્પેશભાઇ.પી.ઠક્કર 9925393237 , દિનેશભાઈ દક્ષીણી 9824076397.
