તા.21 નવેમ્બર, રવિવારે “નાગરિક સન્માન સમારોહ” ભાવનગરની સુવિખ્યાત સંસ્થા શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો હતો. સ્વતંત્રતાનાં અમૃત મહોત્સવ પ્રસંગે જીવદયા, પર્યાવરણ જાગૃતિ વિષયે સેવારત સંસ્થા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ(એનીમલ હેલ્પલાઈન,રાજકોટ)નું આદરણીય મોરારિબાપુના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું . ભારતની નિઃશુલ્ક પશુ પક્ષી સારવાર ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા તેમજ ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ ઍવોર્ડ વિજેતા સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઈન, રાજકોટને પુજય માનભાઇની સ્મૃતિમાં શિલ્ડ, ખેસ, પુસ્તકથી અભિવાદિત કરાયા હતા. સેવાક્ષેત્રે જોડાયેલા આ કાર્યક્રમમાં પૂજ્યશ્રી મોરારીબાપુ અને પદ્મશ્રી એમ.એચ મહેતા અધ્યક્ષની ભૂમિકા નિભાવી હતી . રાજકોટમાં છેલ્લા ૧૮ વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ–પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા ૧૮ વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ‘મોબાઇલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં ૫,૦૦,૦૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે,નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, દસ એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 7500 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન–સારવાર કરવામાં આવે છે. સંસ્થાની નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ અને શેલ્ટર (પાંજરાપોળ) માં અંદાજે ૧૨૦૦ જેટલા બીમાર, અશકત,ઘવાયેલા પશુ—પક્ષીઓને આશ્રય, સારવાર સતત, મળે છે.

આ કાર્યક્રમનાં આયોજન બદલ પૂ. મોરારીબાપૂ તેમજ માનવજ્યોત ચેરીટેબલ ટ્રસ્ટનાં અધ્યક્ષ કૂલીનકાંત લૂથીયા તેમજ સમગ્ર માનવજ્યોત પરિવાર અને ચિત્રકૂટ ટ્રસ્ટ અને શિશુવિહારનાં મંત્રી ડૉ. નાનકભાઈ ભટ્ટનો કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન-રાજકોટનાં મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓ એ આભાર વ્યક્ત કર્યો હતો.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *