ગાય માતાને પૂજવાથી કે ભારત માતાની માત્ર જય બોલવાથી ભલું થયું નથી કે થશે પણ નહી પરંતુ પોતાનું, ગૌમાતાનું, ભારતમાતાનું કલ્યાણ કરવા માટે સૌએ કર્તવ્ય પાલન કરવું પડશે.
ગાય માતા ખોરાકમાં વેલા અને પાંદડા તેમજ જુવાર, બાજરી, ઘઉંના વધેલા સૂકા પૂડાનો ખોરાક ખાઈને આપણને અમૃત જેવું દૂધ આપે છે. જે સંપૂર્ણ આહાર છે એવું આપણા ઋષિમુનીઓએ તેમજ વૈદ્યકીય વિજ્ઞાને સાબીત કરેલું છે. અને ઘણા લોકો ફકત દૂધ અને છાશ ઉપર વર્ષો સુધી સશકત અને સમૃધ્ધ જીવન જીવી ગયા છે. જયાં સુધી ગાય આધારીત કે પશુ આધારીત ખેતી થતી હતી ત્યાં સુધી બીમારી કે કુપોષણ જેવો શબ્દ, શબ્દકોષમાં જ ન હતો. હોસ્પિટલો ઓછી હતી અને લોકોની સુખાકારી ખૂબ સારી હતી.
દૂધની સાથે સાથે ગોબર અને ગૌમૂત્ર દ્વારા જમીનનું નવસર્જન થાય છે જે પોચી, ફળદ્રુપ, ભેજ જાળવનારી, પાણીની બચત કરનારી અને પાણીને જમીનની અંદર ઉતારવાની અને સાથે સાથે ખોરાકમાં બધી જ જાતના જરૂરીયાતવાળા જેવા કે કેલ્સીયમ, સોડીયમ, મેગ્નેશીયમ, પોટાશ, લોહતત્વ, ખનીજદ્વ્યો જેવા કે સોના, ચાંદી, પ્લેટીનીયમ, વિટામીન –બી(૧૨), બી–(૨), વિટામીન અને પોષણતમ દ્રવ્યો દરેક પશુ-પક્ષીઓ અને માનવ અને સમસ્ત જીવસૃષ્ટિ અને પર્યાવરણ માટે સર્જન કરતી હતી. આપણે જાણીએ છીએ કે યુરીયા, પેસ્ટીસાઈડ બનાવવા માટે મશીનરીની જરૂર પડે છે, ઈલેકટ્રીસીટીની જરૂર છે અને સાથે સાથે તે બનાવવા માટે ઓકિસજન, પાણી વપરાય છે, કાર્બન ડાયોકસાઈડ ઉત્પન્ન થાય છે અને સાથે સાથે પાણીનો વપરાશ ઉત્પાદનમાં થાય છે અને ખેતરોમાં પાણી વધારે પાવું પડે છે અને આવા દ્રવ્યો ઓગળીને પાણીની જળ સપાટી પણ ખરાબ કરી રહયાં છે. અને તેના ઉત્પાદન પછી ખેડૂત સુધી પહોંચાડવામાં ટ્રાન્સર્વેશન, ડિસ્ટ્રીબ્યુટરો, વેપારીઓના ખર્ચાઓ વધે છે અને જેના થકી રોગકારક ખેત ઉત્પાદન થવાથી રોગો વધી રહયાં છે. તેમાં પણ આપણે જોઈએ છીએ કે વિકાર વધ્યા છે જેની કોઈ દવા નથી અને તેની સમાજ ઉપર ગંભીર આડઅસર થાય છે. જે થકી ચોરી, લૂંટફાટ અને બળાત્કાર જેવા ગંભીર ગુન્હાઓ વધી રહયાં છે. વ્હેલી તકે આપણે સૌ ‘ગૌ આધારીત ખેતી’ તરફ ખેડૂત સમાજને સમજાવીને ઓર્ગેનીક ખેતી તરફ લઈ જવા પડશે અને તે માટે સંપૂર્ણ સમાજે યોગ્ય ભાગ લેવો પડશે અને હાલમાં જે ખેડૂતો ઓર્ગેનીક ખેતી કરી રહયાં છે. તેની સાથે આવા ખેડૂતોનો મીલાપ કરીને જાગૃતિ લાવીશું તો જ આપણા લોકોને બિમારીમાંથી અને મનોરોગમાંથી મુકિત અપાવી શકીશું. આ માટે સંપૂર્ણ સમાજની જરૂરીયાત છે કે આ નેજા હેઠળ કામ કરે.
હાલમાં ઘરે ઘરે ગાય પોષાતી નથી ત્યારે અને લોકો પાસે સગવડ પણ નથી ત્યારે ગાય આધારીત ગૌશાળાઓ, પાંજરાપોળો કામ કરતી હોય તેમને ઓર્ગેનીક ખેતી માટે જરૂરીયાત હોય તેવી મશીનરીઓ અને ઘાસફૂંસનાં દાન દ્વારા મદદરૂપ થઈ ગાયોને જીવાડવી પડશે તો જ સાચી ગાયમાતાની સેવા છે અને ગાય આધારીત ખેતી દ્વારા કામ કરતા ખેડૂતોને બિરદાવી થોડોક ઉંચો ભાવ આપીને તેમનો દૂધ તેમજ તેમનો ઉત્પાદીત માલ ખરીદવો જે થકી આપણા પરીવારને સંપૂર્ણ સુખી રાખીએ.
–રમેશભાઈ ઠકકર (મો.૯૯૦૯૯૭૧૧૧૬)