વૃક્ષારોપણ, જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની સેવામય ઉજવણી
સૌરાષ્ટ્રના જાણીતા યુવા ઉદ્યોગપતિ અને અનેકવિધ સેવાકીય સંસ્થાઓ શ્રીજી ગૌશાળા, એનીમલ હેલ્પલાઈન, સદભાવના વૃધ્ધાશ્રમ, ગુફેશ્વર મહાદેવ ગૌશાળા,અસ્મીતા ફાઉન્ડેશન, મેપ ગ્રુપ સહીતની સંસ્થાઓ સાથે તન, મન, ધનથી જોડાયેલા યોગેશભાઈ પાંચાણી (પટેલ) નો તા.૧પ, જુન, ગુરૂવારના રોજ ૪૩ મો જન્મદિન છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોથી સિંચીત યોગેશભાઈ કોટનના ઉદ્યોગપતિ છે. અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ વૃક્ષોનુ વાવેતર અને તેના ઉછેરમાં નિમિત બનેલા દાનવીર યોગેશભાઈ ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે પણ સેવા આપે છે અને હાલમાં ભારતીય જનતા પાર્ટી આર્થીક સેલના અધ્યક્ષ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહયાં છે. દરરોજ કિડીયારુ પુરવુ, માછલીઓને લોટની ગોળી નાંખવી, ગાયોને ઘાસ નાંખવુ, કબૂતરોને ચણ નાંખવુ સહિતની જીવદયા પ્રવૃતિઓ માટે અચુક પણે રોજના ૩ કલાક ફાળવતા યોગેશભાઈ કોરોનાની બિમારીને લઈને રાજકોટ શહેરની ભાગોળે બનાવવામાં આવેલા, સદભાવના વૃધ્ધાશ્રમ સંચાલીત હંગામી સ્મશાન (વાગુદળ)માં પણ પોતાના જાનના જોખમે અને ચેપનો ડર રાખ્યા વગર સતત હાજર રહેલા અને અનેકો મૃતદેહોની ગરીમાપૂર્ણ અંતિમવિધીમાં,સંચાલનમાં નિમીત બન્યા હતાં. યુ.એસ.એ.માં યોજાતા ‘ચાલો ગુજરાત’–આયના સંસ્થાના એકઝીકયુટીવ કમિટીના સભ્ય તરીકે યોગેશભાઈ કાર્યરત છે. હાલમાં પણ રાજકોટના મોરબી રોડ ઉપર છતર (મીતાણા) ખાતે આવેલ સદભાવના બળદ આશ્રમ માટેની જગ્યા માટે પોતાની વિશાળ ફેકટરીની જગ્યા હંગારી ધોરણે, વિનામુલ્યે આપનાર યોગેશભાઈ પ્રખર ગૌવ્રતી છે. વૃક્ષારોપણ, જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની સેવામય ઉજવણી કરનાર શબ્દોને લાગણીમાં ઝબોળી એક અનોખું ભાવજગત, સદભાવ જગત ખડું કરવાની તેમજ મિત્રો કમાવાની અને મિત્રતા સાચવવાની આવડત એ યોગેશ પાંચાણીના આગવા વ્યક્તિત્વનું જમા પાસુ છે. હાલમાં પણ પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્રારા કેન્દ્ર અને રાજય સરકાર દ્રારા ગરીબો અને જરૂરીયાતમંદોને મદદ કરવા માટે ઘણી જ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંથી એક આયુષ્યમાન ભારત યોજના છે જે હવે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના– મુખ્યમંત્રી યોજના તરીકે ઓળખાય છે. આ યોજના દ્રારા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે, જેના દ્રારા જેની પાસે આયુષ્યમાન કાર્ડ હોય તેવી વ્યકિત પસંદગીની હોસ્પીલોમાં પ લાખ રૂપીયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. ઘણી વખત દર્દીનારાયણ અને દરિદ્ર નારાયણ પાસે આયુષ્યમાન કાર્ડની માહિતી નથી હોતી અથવા માહિતી હોય તો તેઓ કાર્ડ કઢાવવાની ફી ચૂકવી શતા નથી આ માટે પાંચાણી ફાઉન્ડેશનના માધ્યમથી યોગેશભાઈ પાંચાણી દ્રારા ‘આયુષ્યમાન કાર્ડ’ નિઃશુલ્ક કાઢી આપવામાં આવે છે.”રાજનીતી નહી પણ રાષ્ટ્ર નિતી” માં માનતાં સાહિત્ય પ્રેમી અને કલામર્મજ્ઞ યોગેશભાઈ પાંચાણી(પટેલ) નાં જન્મદિવસ નિમીતે તેમના બહોળા મિત્રવર્તુળ તેમજ શુભેચ્છકો દ્રારા આશીર્વાદની વર્ષા થઈ રહી છે.
યોગેશભાઈ પાંચાણી (પટેલ)
મો.૯૮ર૪ર ૧ર૪૮૦