એન્કરવાલા અહિંસાધામ એ સમગ્ર વિશ્વમાં મહાવીર પશુ ધામ તરીકે જાણીતી સંસ્થા છે. આ સંસ્થા બે વિભાગમાં વહેચાયેલી છે- અહિંસાધામ વેટરનરી સંકૂલ અને અહિંસાધામ નંદી સરોવર. આ સંસ્થાના સંકુલમાં મ્યુઝીયમ, મિનિ થિએટર, ઓડિટોરિયમ, ગોપાલ સ્મૃતિમંદિર, ICU યુનિટ,સાધુ સાધ્વી માટે ઉપાશ્રય, અંધ પશુઓ માટે આશ્રય જેવા વિભાગો આવેલા છે. અહિંસા ધામ સંસ્થાને વર્ષ 2008માં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે ‘મહાવીર જીવદયા ઍવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ વર્ષ 2011માં કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીનાં હસ્તે ‘સ્વર્ણિમ ગુજરાત એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. મહેન્દ્રભાઇ સંગોઈ(એન્કરવાલા અહિંસાધામ – મેનેજિંગ ટ્રસ્ટી) ક. વિ.ઓ. જૈન ધર્મ સ્થાનક – પ્રમુખ (દહીંસર) , કચ્છી જૈન ફાઉન્ડેશન – ટ્રસ્ટી (મુંબઈ) , અહિસા મહાસંઘ ગુજરાત – ટ્રસ્ટી , ગૌશાળા મહાસંધ મહારાષ્ટ્ર રાજ્ય – અધ્યક્ષ રાજકોટ ખાતે, પ્રતિનિધિ મંડળ સાથે તા. ૦૫/૦૩/૨૦૨૨, શનિવારના રોજ મુલાકાત લેશે. પ્રથમ તેઓ શ્રીજી ગૌ શાળા(જામનગર રોડ)ની મુલાકાત લેશે, ત્યારબાદ નવકારશી કરી એનિમલ હેલ્પલાઇન શેણી હોસ્પિટલ(શેઠ નગર પાસે), સદગુરુ રણછોડદાજી બાપુ આશ્રમ ખાતે દર્શન કરશે,પ.પૂ. ધીરજ મુનિજીનાં આશીર્વાદ મેળવશે અને બપોરે સદભાવના વૃદ્ધાશ્રમ(ગોંડલ રોડ) પર જૈન ભોજન બાદ જૂનાગઢ માટે પ્રસ્થાન કરશે. તેમના પ્રવાસ સાથે સંકલનમાં કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરેન્દ્રભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઇ શાહ, વિષ્ણુભાઈ ભરાડ, રજનીભાઈ પટેલ રહેશે. વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨૨૧૯૯૯) તેમજ રમેશભાઈ ઠક્કર (મો. ૯૯૦૯૯૭૧૧૧૬)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
