સૌરાષ્ટ્રનાં સેવા જગતમાં અનેરૂ નામ ધરાવતાં, યુવા-તરવરીયા, પ્રખર જીવદયા પ્રેમી, સેવાક્ષેત્રનો પ્રતિષ્ઠીત “ગારડી એવોર્ડ” વિજેતા, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ સન્માનીત, એનીમલ હેલ્પલાઇનનાં સેક્રેટરી તથા જૈન સમાજનાં યુવા અગ્રણી, રાજકોટની શ્રી કરૂણા ફાઉન્ડેશન સંચાલીત એનીમલ હેલ્પલાઇન તથા અન્નક્ષેત્ર અને નિઃશુલ્ક વેટરનરી હોસ્પીટલ-શેલ્ટર, જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમીતીનાં ટ્રસ્ટી તેમજ સમસ્ત મહાજન, પીપલ ફોર એનીમલ્સ, બ્યુટી વિધાઆઉટ ક્રુઆલ્ટી વિવેકાનંદ યુથ ક્લબ, થેલેસેમિયા જનજાગૃતિ સમીતી, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ, મિત્ર ફાઉન્ડેશન, એનીમલ વેલફેર બોર્ડ, ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘ, વિવિધ ગૌશાળા અને પાંજરાપોળો સાથે ખૂબ જ સક્રિય રીતે જોડાયેલા છે. પ્રતિકભાઈ સંઘાણી સાથે આકાશવાણી, રાજકોટમાં તા. ૦૪, બુધવારે, સાંજે ૭-૨૦ કલાકે ગ્રામજનો અને ખેડૂત ભાઈ-બહેનો માટે ગામનો ચોરો’ કાર્યક્રમ યોજાશે.
પ્રતિકભાઈ સંઘાણીને સ્માર્ટ મોબાઈલનાં સથવારે તથા રેડીયોનાં તમામ કાર્યક્રમો રેડીયો સેટ (370,3mlrs/81)khz) ઉપરાંત વિશ્વના કોઈપણ ખૂણે લાઈવ સાંભળી શકાશે. YouTube : Live streaming on: https://www.youtube.com/channel/UCej1xNisg1jgk81B0yK_TQ જોઈ શકાશે. વિશેષ માહિતી માટે પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
