પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના અધ્યક્ષ શ્રી ડો.વલ્લભભાઇ કથીરીયાએ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ મુલાકાત સમયે ગૌ વૈજ્ઞાનિક શ્રી સુબોદ કુમાર દ્વારા સંપાદિત “વૈદિક ગૌ વિજ્ઞાન” બુક અર્પણ કરી હતી. વૈદો, પુરાણો અને શાસ્ત્રોમાં ગૌ મહાત્મયના શ્લોકોને એકત્ર કરી વર્તમાન વિજ્ઞાનને અનુરૂપ ભાવાનુવાદ કરવામાં આવ્યો છે. ગાય ના વિજ્ઞાન અને આધ્યાત્મને સંકલિત કરી નવી પેઢીને આર્થિક, સામાજિક, પર્યાવરણીય, આરોગ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ઉપયોગિતા વિષે સરળ રીતે સમજાવવામાં આવ્યું છે. દિલ્હીના સુવિખ્યાત પ્રભાત પ્રકાશને પ્રકાશિત કરી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
શ્રી નરેન્દ્રભાઈ સાથે સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય શ્રી જયેશભાઇ રાદડીયા ઉપસ્થિત રહ્યા હતા.