આ વાત છે અમેરીકાના ન્યુયોર્ક શહેરની,
એક સામાન્ય પરિવારમાં રહેતી ટેઝી નામની છોકરી પોતાના નાના ભાઇ એન્ડ્ર્યુને ખુબ પ્રેમ કરતી હતી. શાળાએથી પરત આવ્યા બાદનો એનો મોટાભાગનો સમય ભઇલાને રમાડવામાં જ જાય. એન્ડ્ર્યુ ટેઝીનો નાનો ભાઇ જ નહી, તેનો જીવ હતો. નાનો એવુ એન્ડ્ર્યુ ધીમે ધીમે ગળવા લાગ્યા. ઘરના બધા જ સભ્યો ચિંતામાં હતા. નિદાન કરાવતા ખબર પડી કે એન્ડ્ર્યુના મગજમાં ગાંઠ છે. નાની ટેઝીને તો શું થઇ રહ્યુ છે એની કંઇ સમજ નહોતી પોતાના ભાઇની પરિસ્થિતી અને માતા-પિતાના ચહેરા જોઇને એ એટલુ સમજતી હતી કે ઘરમાં કોઇ મોટી મુશ્કેલી આવી છે. એક દિવસ એ ઘરના કમાડની પાછળ સંતાઇને એના માતા પિતાની વાત સાંભળી રહી હતી. રડતા રડતા મમ્મી બોલી , ” એન્ડ્ર્યુને હવે માત્ર ચમત્કાર જ બચાવી શકે તેમ છે.” મમ્મીની વાત સાંભળીને ટેઝી પોતાના રૂમમાં આવી અને પોતાની ગલ્લાપેટી ( પીગીબેંક ) તોડી નાંખી તેમાંથી જે કંઇ પરચૂરણ નીકળ્યુ તે લઇને એ ઘરની બહાર નીકળી ગઇ. ઘરથી થોડે દુર આવેલા એક મેડીકલ સ્ટોર પર એ પહોંચી. બધુ જ પરચુરણ એણે ટેબલ પર ઠાલવ્યુ અને કહ્યુ , ” અંકલ, મારો નાનો ભાઇ બિમાર છે. મમ્મી કહે છે કે એને હવે માત્ર ચમત્કાર જ બચાવી શકે તેમ છે. મારા આ બધા પૈસા લઇ લો અને મને ચમત્કાર આપો.” મેડીકલ સ્ટોર વાળા ભાઇ આ ગાંડી છોકરીની વાત સાંભળીને હસવા લાગ્યા અને કહ્યુ , ” અમે ચમત્કાર નથી વેંચતા.” ટેઝીએ દલીલ કરતા કહ્યુ , ” તમે બધા જ પ્રકારની દવા વેંચો છો તો પછી ચમત્કાર પણ વેંચતા જ હોવ. ચમત્કારની કીંમત વધુ હોય તો હું ઘરે જઇને મારા બધા જ રમકડા લઇ આવુ તમે એ પણ લઇ લો પણ મને ચમત્કાર આપો.” મેડીકલ સ્ટોર પર બેઠેલા એક ભાઇએ ટેઝીની બધી વાત સાંભળી અને પછી કહ્યુ , ” બેટા, મારી પાસે ચમત્કાર છે. ચલ મને તારા ભાઇ પાસે લઇ જા હું એને ચમત્કાર આપીશ.” ટેઝી તો રાજીની રેડ થઇ ગઇ એ પેલા ભાઇને લઇને પોતાના ઘરે આવી. ઘરે આવીને પેલા અજાણ્યા ભાઇએ ટેઝીના માતા-પિતાને પોતાનો પરિચય આપ્યો અને મેડીકલ સ્ટોર પર બનેલી ઘટના કહી સંભળાવી. એમણે એન્ડ્ર્યુને પોતાની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો અને ઓપરેશન કરીને એને બચાવી લીધો. આ અજાણ્યા ભાઇ હતા , જાણીતા ન્યુરોસર્જન ડો.કાલટર્ન આર્મસ્ટ્રોંગ. મિત્રો , આ જગતમાં પ્રેમ તુલ્ય બીજી કોઇ સંપતિ નથી.

જરા તપાસ કરજો સંપતિ મેળવવાની દોડમાં તમને ટેઝીની જેમ પ્રેમ કરનારુ કોઇ પાછળ છુટી ન જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *