
- ૨૧૫૦ હરિભક્તો દ્વારા અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો.
બ્રેઇન ડેડ વ્યકિતના હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે થતું અંગોનું દાન. આ પ્રક્રિયાને તબીબી વિજ્ઞાન Deceased Organ Transplant એટલે કે બ્રેઇન ડેડ નાં અંગોનું પ્રત્યારોપણ એ નામે ઓળખાય છે. આધુનિક તબીબી વિજ્ઞાને માનવજાત માટે કરેલી આ અદભૂત અનુકૂળતા છે. સામે આવીને ઉભેલા મૃત્યુને મ્હાત કરવાનો આ કિમીયો છે. એ માટે સૌથી આવશ્યક છે બ્રેઇન ડેડ વ્યકિતનાં અંગોનું દાન.
પ. પૂ. અપૂર્વમુનિના સાનિધ્યમાંતા. ૧/૬/૨૨ થી ૬/૬/૨૨ સુધી રેસકોર્સ ગ્રાન્ડમાં બોચાસણ વાસી અક્ષર પુરુષોતમ સંસ્થા (BAPS) દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંગદાન જાગૃતિ અને અંગદાન સંકલ્પ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જે દરમ્યાન 2150 હરિભક્તો દ્વારા અંગદાનનો સંકલ્પ કરવામાં આવ્યો. પ. પૂ. અપૂર્વમુનિનાં સાંનિધ્યમાં કથાનું પાન કરતાં કરતાં હરિભક્તોને અંગદાન વિષે સમજાવવાનો અનેરો મોકો રાજકોટની અંગદાન જાગૃતિ ટીમને મળ્યો. એક વ્યક્તિ જ્યારે અંગદાનનો સંકલ્પ કરે ત્યારે ૭ નવી જિંદગી મળે છે, જ્યારે સમાજના જાગૃત નાગરિકો દ્વારા મોટી સંખ્યામાં આ અભિયાનમાં જોડાઈને લાખો દર્દીઓને અંગદાન થકી પીડાથી મુક્ત થવાનો મોકો આપવામાં આવ્યો .અંગદાન માહિતી સાથે હરિભક્તો જાણે પોતે જ અભિયાનમાં સુકાની બનવાના હોય એવી ઉત્સુક્તાથી અંગદાનની માહિતી પ્રાપ્ત કરી. પ. પૂ. અપૂર્વમુનિ સ્વામી એ કથાપાન દરમ્યાન 35000ની મેદની વચ્ચે અંગદાન વિશેનો મહિમા સમજાવવા સાથે જાગૃતિ ફેલાવવા રાજકોટની ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા , ડો. તેજસ કરમટા, મિતલ ખેતાણી, નિતીનભાઈ ઘાટલીયા, વિક્રમભાઈ જૈન, ભાવનાબેન મંડલિ, હર્ષિતભાઈ કાવર સહિતના કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી . વધુ માહિતી માટે તથા અંગદાન કરવા માટે કે અંગદાનનો સંકલ્પ કરવા માટે 9106379842 ,9427776665, 9825256578, 9824459695, 9824221999 પર સંપર્ક કરવા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.
