એનીમલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આગામી બકરી ઈદ નિમિતે ગેરકાનૂની રીતે બકરાં ઘેટાં તથા પ્રાણીઓની કુરબાની / ક્તલ અટકાવવા કેન્દ્ર તથા રાજય સરકારના વિવિધ કાયદાઓનું ચુસ્તતાપુર્ણ પાલન કરવા રાજયના તમામ પોલીસ અધીકારીશ્રીઓને આવેદન અપાયું

સૌને વિદીત છે દર વર્ષે બકરી ઇદ નિમીતે રાજયમાં તેમજ સમગ્ર ભારતમાં લાખોની સંખ્યામાં નિર્દોષ અબોલ બકરીઓની, ઘેટાઓની તેમજ અન્ય પ્રાણીઓની નિર્મમ હત્યા ગેરકાયદેસર રીતે થાય છે. ભારત સરકારના તેમજ રાજય સરકારના અનેક કાયદાઓ આવી ગેરકાયદેસર હત્યા અટકાવવા માટે હોય છે પરંતુ કમનશીબે તેનું કડક અમલીકરણ રાજયમાં ક્યાંય જોવામાં આવતું નથી.
એનીમલ વેલફેર ફાઉન્ડેશન (ગાંધીનગર) દ્વારા રાજય અને દેશ તેમજ સમગ્ર વિશ્વમાં અબોલ જીવોના ક્લ્યાણ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરાવમાં આવે છે. ગુજરાત વિધાનસભાના પૂર્વ નાયબ સચિવ પંકજભાઈ બુચના માર્ગદર્શન હેઠળ અનેકવિધ કાયદાકીય પ્રવૃતિઓ થકી લાખો અબોલ જીવો બચાવવામાં એનીમલ વેલફેર ફાઉન્ડેશન નિમીત બન્યું છે. એનીમલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક શ્રી આશીષ ભાટીયા સાહેબ અને ગુજરાતના ૩૪ જિલ્લાના તમામ પોલીસ કમિશ્નરશ્રીઓ તેમજ વરિષ્ઠ પોલીસ અધીકારીશ્રીઓને તા. ૧૦, જુલાઈ, બકરી ઈદ નિમિતે ગેરકાનૂની રીતે બકરાં ઘેટાં તથા પ્રાણીઓની કુરબાની / કતલ અટકાવવા કેન્દ્ર તથા રાજય સરકારના વિવિધ કાયદાઓનું ચુસ્તતાપૂર્ણ પાલન કરવા બાબતે આવેદન પાઠવાયું છે.
તા. ૧૦/૦૭/૨૦૨૨ ના રોજ બકરી ઈદનો તહેવાર સમગ્ર રાજયમાં અને દેશમાં ઉજવવામાં આવનાર છે. આ બાબતને ધ્યાનમાં રાખી રાજયમાં બકરાં-ઘેટા તથા અન્ય પ્રાણીઓની ગેરકાનૂની રીતે કુરબાની કે કતલ ન થાય તથા કેન્દ્ર સરકાર તથા રાજય સરકારના વિવિધ કાયદાઓનું પાલન પણ થવું ખૂબ જરૂરી છે. લાગુ પડતી કાનૂની જોગવાઈઓનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ છે તથા કાયદાકીય જોગવાઈઓને અલગથી આ સાથે આપના રેફરન્સ માટે પત્રક સ્વરૂપે આવેદનમાં સામેલ કરાય છે.
બકરી ઈદના અગાઉના દિવસો દરમ્યાન પણ જુદી જુદી કાયદાકીય જોગવાઈઓનું ચુસ્તપણે પાલન થાય અને બકરી ઈદના દિવસે પણ બકરાં, ઘેટા તથા અન્ય પ્રાણીઓની કાયદાથી વિરૂધ્ધ જઈને કુરબાની ન અપાય તે માટે પોલીસ તંત્રને જરૂરી આદેશો આપવા અને તેનું કડક અમલીકરણ કરાવવા એનીમલ વેલફેર ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પંકજભાઈ બુચે વિનંતી કરી છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *