રાજયની તમામ પાંજરાપોળ/ગૌશાળાને કાયમી, દૈનિક પ્રતિ પશુ પ્રતિદીન સબસીડી આપવામાં આવે તેવી ઘણા વર્ષોથી માંગ ગૌશાળા—પાંજરાપોળોની હતી. પાંજરાપોળ ગૌશાળામાં અત્યારે સતત અબોલ જીવોની સંખ્યા વધતી જતી હોય. પાડા, વાછડા, ખૂબ મોટા પ્રમાણમાં આવી રહયાં છે, દાનની આવક ઘટી રહી છે. મોંઘવારી વધતી ગઈ છે. ગુજરાતની તમામ ગૌશાળા—પાંજરાપોળની વર્ષો જુની રજૂઆતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉમદા જીવદયા ભાવનાથી પ્રોત્સાહિત થઈને અને રાજ્યનાં પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલનાં સહકારથી ૫૦૦ કરોડ અને નિઃસહાય (રખડતાં) ગૌમાતા, ગૌવંશ માટે ૧૦૦ કરોડ જાહેર કરવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી. આ યોજનાનો ઠરાવ હજુ સુધી બહાર પાડવામાં આવ્યો નથી. આ અંગે યોગ્ય કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ, રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલને રાજપુર ડીસા પાંજરાપોળ દ્વરા રજૂઆત કરવામાં આવ છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, જો 7 દિવસમાં સરકાર તરફથી આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી નહીં પહોંચે તો તબકકાવાર સંસ્થાઓએ ગૌ વંશ સહિતના જીવોનું જીવન બચાવવા માટે પશુઓને લઈને નજીકની સરકારી કચેરીએ લાવી લોકો પાસેથી આર્થિક સહાય અને ઘાસચારાની વ્યવસ્થા કરવા મજબૂર થવું પડશે. આ રજૂઆતમાં ત્રણ માસની બાકી આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા સરકારને વિનંતી કરાઇ છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *