શ્રી બાલાજી મિત્ર મંડળ દ્વારા નિઃશુલ્ક શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કેમ્પનું સ્વામીનારાયણ ચોક ખાતે આયોજન કરવામાં આવેલું હતું. ‘ઈશ્રમ’ એ અસંગઠીત કામદારોનો રાષ્ટ્રીય ડેટા બેઝ એકત્રિત કરે છે. જેનાં દ્વારા કામદારો તેમનાં માટે બનેલી વિવિધ યોજનાઓનાં ફાયદાઓ લઈ શકે. શ્રમકાર્ડ બનાવીને કોઈ વ્યકિત રૂા. ૨,૦૦,૦૦૦/- સુધીનો મફત વીમો મેળવી શકે છે. કેન્દ્ર સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓનો લાભ અને પછીથી પેન્શન જેવી સુવિધાઓનો લાભ લઈ શકે છે, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા કોઈપણ યોજના ચલાવવામાં આવે છે, તે તમામ યોજનાઓનો લાભ કાર્ડ ધારક મેળવી શકે છે, આ ઉપરાંત અન્ય નાણાકીય સહાય અને સામાજિક સુરક્ષા યોજનનાં લાભો પણ તે મેળવી શકે છે. આ કેમ્પમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી આયોજકોને બિરદાવ્યા હતાં.
શ્રી બાલાજી મિત્ર મંડળ તથા વોર્ડ નં. ૧૩ નાં કોર્પોરેટર નિતીનભાઈ રામાણી, જયાબેન હરીભાઈ ડાંગર, સુરેન્દ્રસિંહ વાળા, જીતુભાઈ સેલારા, તથા કેતનભાઈ વાછાણી, ધીરૂભાઈ તરાવીયા, રામભાઈ, વિજયભાઈ ટોળીયા તથા વડીલોના સહકારથી “નિઃશુલ્ક શ્રમકાર્ડ રજીસ્ટ્રેશન કેમ્પ”નું સ્વામીનારાયણ ચોક ખાતે આયોજન કરવામાં આવેલું હતું. આ કેમ્પમાં ૪૫૦ થી વધુ લાભાર્થીઓ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે મીત હિતેષભાઈ ખખ્ખર (મો.૮૪૮૮૦ ૧૧૧૧૦), સુમિત પઢીયાર, ભાનો સોઢા, મિત શીંગાળા, સમીપ રાજપોપટ, ભાવિક મારૂ, દર્શિલ મહેતા, કિશન કારેલીયા, પ્રણવ કારીયા, સાવન હરીયાણી, નિર્મલ ઝાલાવડીયા વિગેરેની ટીમે જહેમત ઉઠાવી હતી.
