બાલાજી મિત્ર મંડળ દ્વારા સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ
દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકોનાં જીવન બચાવવાની અમૂલ્ય તક
શિયાળાની ઠંડીની સિઝનમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં તમામ બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત

પ્રવર્તમાન શિયાળાની ઠંડીની સીઝનમાં રક્તની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમૂલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે. બાલાજી મિત્ર મંડળ દ્વારા સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, સ્વામીનારાયણ ચોક, પી.ડી. માલવીયા કોલોજની રાજકોટ ખાતે તા. પાછળ, ૧૯/૧૨/૨૦૨૧, રવીવારના રોજ સવારે ૧૦–૦૦ થી ૩–૦૦ વાગ્યા સુધી રક્તદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે. સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપનાં સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે, નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. અત્યારની કોરોના કાળની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખૂબ ઓછી સંખ્યામાં આવે છે. શિયાળાની ઠંડીની સીઝનમાં રકતદાન કેમ્પો સાવ ન્યુનતમ થવાના છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવન બચાવવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરી પ્રોત્સાહીત કરાશે. આ રકતદાન કેમ્પને વિશેષ સહયોગ વિનયભાઈ જસાણી (શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપ) નો મળ્યો છે. આ રકતદાન કેમ્પને સફળ બનાવવા માટે મિત હિતેષભાઇ ખખ્ખર, ધર્મેશભાઈ સોઢા, શ્યામભાઈ સોઢા, ચિરાગભાઈ ગઢીયા, નિર્મલભાઈ ઝાલાવડીયા, ધાર્મિકભાઈ ઝાલાવડીયા, દર્શિલભાઈ મહેતા, ભાવિકભાઈ મારૂ, સાવનભાઈ હરીયાણી, સમિપભાઈ રાજપોપટ, જયદીપભાઈ કાચાની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ કેમ્પની વિશેષ માહિતી માટે મિત હિતેષભાઈ ખખ્ખર મો.૮૪૮૮૦ ૧૧૧૧૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુંછે.
“રકતદાન જીવનદાન”
