
મદ્રાસ હાઇકોર્ટ દ્વારા બાળકોમાં સહાનુભૂતિ વધે તે હેતુથી તમિલનાડુ શિક્ષણ વિભાગને બાળકોના અભ્યાસક્રમમાં પશુ કલ્યાણ એક વિષય તરીકે ઉમેરવાં જણાવવામાં આવ્યું હતું. એક સપ્તાહ અગાઉ પશુ કલ્યાણ સંસ્થા તેમજ પીપલ ફોર કેટલ,ભારત(પીએફસીઆઈ) દ્વારા કરવામાં આવેલી અરજીને ધ્યાનમાં લઈને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ઇન્દિરા બેનર્જી અને ન્યાયાધીશ શ્રી એમ. સુંદરમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ચુકાદો બની શકે તેટલું જડપથી લાવવાની અપીલ કરવામાં આવી હતી. પીએફસીઆઈના વડા શ્રી અરુણ દ્વારા કહેવામાં આવ્યું હતું કે,”જો હાલ પશુ સરક્ષણને એક વિષય તરીકે લેવામાં નહીં આવે તો આવનાર પેઢી તેનું મહત્વ સમજી શકશે નહીં,જેના કારણે પશુઓને હાનિ પોહચડવાના કિસ્સામાં ખૂબ જ વધારો થશે.” અરજી કરનારના વકીલ શ્રી કૌશિક એમ. વર્મા એ જણાવ્યું કે કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા પશુ સંરક્ષણને વિષય તરીકે લેવાનું કહેવામાં આવ્યું હોવા છતાં રાજ્યના શિક્ષણ બોર્ડ તેને પ્રત્યુતર આપવામાં નિષ્ફળ રહી છે. જે અંગે તમિલનાડુની અભ્યાસક્રમ ઘડતી કમિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પ્રત્યુતર ન આવતા મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી. હાઇકોર્ટની મદદ દ્વારા આ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ વાતચીત બાદ 15 જેટલા બાળકો સાથે વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે જેમની ઘરે પાલતુ પ્રાણીઓ હોતા નથી તે બાળકો પશુ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા નથી.”અમે ઘણીવાર રસ્તે ચાલતા કૂતરાને પથ્થર મારીએ છીએ” આવું એક વિધાર્થી દ્વારા ડોન બોસ્કો સ્કૂલની બહાર સ્વીકારવામાં આવ્યું હતું. અરજી કરનાર દ્વારા ઘણા સંશોધન પણ દર્શાવવામાં આવ્યા હતા જેનાથી સાબિત થતું હતું કે, બાળકો દ્વારા પશુઓને હાનિ પહોચાડવામાં આવે છે અને આવા જ બાળકો મોટા થઈને ગુન્હાખોરી તરફ વળે છે. 1970 ના દાયકાથી સતત સંશોધન દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે, જે બાળક પ્રાણી હાનિ પહોંચાડે છે તે જ આગળ જઈને ગુન્હાખોરી તરફ વળે છે. શિક્ષણવિદો અને એનિમલ વેલ્ફેર કાર્યકરોએ આ ચુકાદાને બિરદાવ્યો છે, કારણ કે તેમને આશા છે કે આ પગલાથી પ્રાણીઓ સાથે દુર્વ્યવહાર અને નુકસાનના કેસોમાં ઘટાડો થશે. રાજકુમાર સુલોચનાના આચાર્ય, મોહન ચંદ્રએ જણાવ્યું હતું કે, “વિષયની રજૂઆત સાથે, બાળકોને કરુણાના મૂલ્યો શીખવી શકાય છે.બાળકોને પણ પ્રાણી કલ્યાણ સંગઠનોની ફિલ્ડ મુલાકાત લેવી જોઈએ.” મદ્રાસ હાઈકોર્ટના આ ચુકાદાને ટાંકીને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઈન,રાજકોટના મિતલ ખેતાણી,પ્રતિક સંઘાણી,રમેશભાઈ ઠક્કર,ઘનશ્યામભાઈ ઠક્કર,ધીરેન્દ્રભાઈ કાનાબાર,એડવોકેટ કમલેશભાઇ શાહ, રજનીભાઈ પટેલ,વિષ્ણુભાઈ ભરાડ દ્વારા સમગ્ર ભારતના તમામ રાજ્યના શિક્ષણમંત્રીઓ તેમજ કેન્દ્રીય શિક્ષણમંત્રીને વિનંતી કરવામાં આવી છે કે, પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમમાં જ પ્રાણી કલ્યાણના વિષય ઉમેરવામાં આવે જેથી બાળકોમાં પણ જીવદયા,શાકાહાર,કરુણા અને પ્રેમ જેવા મૂલ્યોનો વિકાસ થાય.

