- બિનનિવાસી રઘુવંશી ભારતીયો અને વિદેશમાં સ્થાયી થવા ઈચ્છતાં લગ્નોત્સુક રઘુવંશી યુવક યુવતીઓ માટે મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના – રાજકોટ દ્વારા ઓનલાઈન નિઃશુલ્ક પરિચય મેળાનું આયોજન
૨ઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક,જ્ઞાતિ શ્રેષ્ઠી મનુભાઈ મીરાણી દ્વારા ૨૧ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક–યુવતીઓ માટે ‘રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર’ ચલાવવામાં આવે છે. બિનનિવાસી રઘુવંશી ભારતીયો અને વિદેશમાં સ્થાયી થવા ઇચ્છતાં યુવક-યુવતીઓ માટે મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં ઓનલાઈન નિઃશુલ્ક પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિચય મેળા થકી અનેક જોડીઓ વૈશ્વિક કક્ષાએ પરમાત્માની કૃપાથી સર્જાશે તેવો આશાવાદ નિમિત્ત આયોજકોએ વ્યક્ત કર્યો છે . આ નિઃશુલ્ક પરિચય મેળાનું આયોજન તા. 05/06/2022, રવિવારનાં રોજ કરવામાં આવ્યું છે. યુવક-યુવતીઓ ‘લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ’ અચુક કરાવે અને તેના થકી આગામી વર્ષોમાં ‘થેલેસેમીયા મુકત રઘુવંશ’, થેલેસેમીયા મુક્ત સમાજ’ બને, તથા કમળા ફૂલ જેવા બાળકો મોતના મુખમાં જતા અટકે તેવા ઉમદા, પવિત્ર આશયથી હવેથી થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેને જ નિઃશુલ્ક પ્રવેશ અપાઈ રહયો છે. વૈવિશાળ માહિતી-માર્ગદર્શન અપાઈ છે. નિઃશુલ્ક પરિચય મેળામાં ભાગ લેવા માટે બાયોડેટા (ફોટા સાથે) મોકલાવીને નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આગામી મહિનાઓમાં આ સિવાયની કેટેગરીના અલગ અલગ પરિચય મેળાઓ પણ નિઃશુલ્ક, ઓનલાઈન મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના- રાજકોટ દ્વારા કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે મનુભાઈ મિરાણી (મો. 9428466663) , મિતલ ખેતાણી (મો. 9824221999) , સંજયભાઈ કક્કડ (મો. 98240 43799), નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
