રાજકોટમાં આજ, ન્યારી અને લાલપરી ત્રણ ત્રણ નદી છે ત્રણ ડેમ છે. પરંતુ વસ્તી વધતા પાણીનો ખુબ વપરાશ ખુબ જ વધ્યો છે. આજે સૌની યોજના નર્મદા માતાને સરકારશ્રીએ દરેક જગ્યાએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ કાં સુધી? આપણે લોકો જુના રાજકોટમાં પહેલા ખુલ્લી જગ્યા વધારે હતી અને તેના હિસાબે પાણીની સપાટી ઉચી રહેતી હતી અને જેના હિસાબે ડંકીમાં 35 થી 40 ફૂટે પાણી હતુ આજે પાણીના સ્તર નીચે જતા 800 થી 1900 ફુટ સુધી બોર કરવા પડે છે. જમીનમાં પાણી ઓછુ થવાથી ગરમીનું પ્રમાણ વધે છે અને પાણીની ઘટ પણ સર્જાય છે. આ માટે દરેક ગામ અને શહેરમાં મકાનોમાં અગાસી સૌવાય ખુલ્લી જગ્યાનું, કળીયાનું પાણી ફલેટ અથવા બંગલાનું સંપૂર્ણ પાણી નીચે ઉતારવા માટે ગ્રાઉન્ડના પાણીને ઉતારવા માટે ગ્રાઉન્ડમાં પણ વધુ બોર કરીને વરસાદી પાણી રીચાર્જ કરીએ કેમ કે આપણે બધા જ જમીનમાં બોર કરીને પાણી ખેંચીએ છીએ જે તે પાછુ આપવા માટે ઘણી મોટી જગ્યા નીચે ખાલી પડી છે. આ માટે ડેમ કે ચેમડેમ કરવા કરતા ખર્ચ પણ ઓછો આવશે, પાણી પણ સુધરશે અને પાણીને ઘર ઘર સુધી પહોંચાડવાનો ખર્ચ પણ ઓછો આવશે, આમ કરવાથી શુધ્ધ અને સાત્વીક અને જરૂરી મીનરલ સાથેનું પહેલાની જેમ જ પાણીની બચત થાય તેવું મારું માનવું છે.
હાલમાં જ રાજકોટના તેમજ અમદાવાદના મોટા ગજાના બીલ્ડરે આ વ્યવસ્થા પોતાના 200 કલેટની સ્કીમમાં અમલ કરેલ છે તેવું જાણવા મળેલ છે. બિલ્ડર મિત્રો તેમજ નવા બનતા મકાન ધારકોને વિનંતી કે અગાસીનું પાણી રીચાર્જ બોર કરીએ છીએ તેવી રીતે આપણા કળીયાનું કે ગાઉન્ડનું પાણી રીચાર્જ થાઈ તે માટે વધુ બોર બનાવીએ.
