શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સમાજમાં કુશળ કારીગરોની અછત દૂર કરવા અને યુવાનોને ઇલેક્ટ્રીકલ વ્યવસાયલક્ષી ટુંકાગાળાની તાલીમ આપીને સ્વરોજગારથી આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી ઇલેક્ટ્રીકલ વ્યવસાયલક્ષી હુન્નરશાળા શરૂ કરવામાં આવી છે. આ હુન્નરશાળાના બેઝીક કોર્સમાં ઇલેક્ટ્રીસીટીનો પરિચય, ઇલેક્ટ્રીસીટી સાથે કામ લેતી વખતે સાવચેતીના પગલાં, એસી-ડીસી વિદ્યુત, વાયરીંગ/રીપેરીંગ કરવા માટેના સાધનો, સીંગલ ફેઇઝ હાઉસ વાયરીંગ, ટ્યુબ લાઇટ, એલઇડી લેમ્પ, ટેબલ ફેન, સીલીંગ ફેન, પેડસ્ટલ ફેન, એક્ઝોસ્ટ ફેન, ફેન રેગ્યુલેટર, ઇલેક્ટ્રીક ડોરબેલ, મિક્ષર, ગ્રાઇન્ડર, હેન્ડ બ્લેન્ડર, ઇલેક્ટ્રીક ગીઝર, વોટર હીટર, ઇસ્ત્રી, સેન્ડવીચ મેકર, ટોસ્ટર, મચ્છર રેકેટ, હેન્ડ ટોર્ચ, હેલોજન લેમ્પ, નાઇટ લેમ્પ, સીરીઝ લાઇટ, રનીંગ લાઇટ, સિલાઇ મશીનની મોટર, પાણી ચઢાવવાની મોટર મોનોબ્લોક, સેલ્ફ પ્રાઇમિંગ જેવા સાધનોનું રીપેરીંગ નજીવી ફીમાં શીખવવામાં આવશે. આ બેઝિક કોર્સ લગભગ એક માસના ટૂંકાગાળામાં પૂર્ણ કરવામાં આવશે. આ બેઝીક કોર્સ કર્યા પછી વોશીંગ મશીન, ઘરઘંટી, ફ્રીજ, એરકંડીશનર, સબમર્સીબલ પંપ, RO ફીલ્ટર જેવા સાધનોના એડવાન્સ કોર્સમાં પ્રવેશ મળશે. ઇલેક્ટ્રીક સાધનોની માવજત તથા રીપેરીંગ સાવ નજીવી ફીમાં શીખીને સ્વરોજગારથી પગભર થવાની અમૂલ્ય તક આ હુન્નરશાળા દ્વારા આપવામાં આવશે. એક માસના બેઝિક કોર્સ બાદ કોઈપણ પ્રકારના મૂડીરોકાણ વગર રોજના એક હજારથી વધુ રૂપિયાની કમાણી કરવાની સુવર્ણ તક શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. આ હુન્નરશાળાનું સ્થળ શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્વ. શ્રી બાબુભાઈ ચેખલીયાના સ્મરણાર્થે સંજય ચેખલીયા સર દ્વારા સંચાલિત ઇલેક્ટ્રીકલ વ્યવસાયલક્ષી હુન્નરશાળા પ્લેનેટોરીઅમ બિલ્ડીંગ, રેસ કોર્સ, રાજકોટ છે. ડો. વલ્લભભાઈ કથીરિયા (મેનેજીંગ ટ્રસ્ટી) , CA કલ્પકભાઇ મણીઆર (ટ્રસ્ટી) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમાજમાં જરૂરીયાત વાળી અનેક વ્યક્તિઓને માર્ગદર્શન આપીને, સ્વરોજગારથી આત્મનિર્ભર બનવા આ હુન્નરશાળામાં મોકલી શકો છો. જેનાથી એ વ્યક્તિઓ ગૌરવ સાથે રોજગાર મેળવતા થશે અને સમાજમાંથી કુશળ કારીગરોની અછત દૂર થશે. આ અંગેની વધુ માહિતી માટે મો. 9499735935 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *